uttarpradesh news/ મથુરામાં ‘ફરસાવાલે બાબા’ની હત્યા બાદ સંગ્રામ! લાઠીચાર્જ અને પથ્થરમારાથી સમગ્ર વિસ્તારમાં તણાવ

મથુરા (Mathura)ના છાતામાં ગૌરક્ષક બાબા ચંદ્રશેખરનું ટ્રક નીચે કચડાતા મોત. સમર્થકોનો ગૌતસ્કરો પર હત્યાનો આરોપ. હાઈવે બ્લોક અને પોલીસ પર પથ્થરમારો થતા સ્થિતિ તણાવપૂર્ણ.

Top Stories NATIONAL India
Mathura Baba Chandra Shekhar Death

Mathura Baba Chandra Shekhar Death: ઉત્તર પ્રદેશના મથુરામાં શનિવારે વહેલી સવારે એક અત્યંત ચોંકાવનારી ઘટના બની છે. પ્રખ્યાત ગૌરક્ષક સંત બાબા ચંદ્રશેખર, જેઓ સમગ્ર બ્રજ ક્ષેત્રમાં ‘ફરસાવાલે બાબા’ તરીકે જાણીતા હતા, તેમનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે. સમર્થકોનો આરોપ છે કે ગાય તસ્કરોનો પીછો કરતી વખતે બાબાને ટ્રક નીચે કચડીને મારી નાખવામાં આવ્યા છે. આ ઘટના બાદ મથુરામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.

Mathura Baba Chandra Shekhar Death

Mathura : શું છે સમગ્ર ઘટના?

ઘટના શનિવારે સવારે અંદાજે 4 વાગ્યાની છે. મળતી માહિતી મુજબ, ફરસાવાલે બાબા પોતાની મોટરસાઇકલ પર ગૌતસ્કરોનો પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન તસ્કરોએ પોતાના વાહન વડે બાબાની બાઇકને અડફેટે લઈ તેમને કચડી નાખ્યા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

હાઈવે બ્લોક અને પોલીસ પર પથ્થરમારો

બાબાની હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા ગૌરક્ષકો અને સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ દિલ્હી-આગ્રા હાઈવે (NH-19) જામ કરી દીધો હતો. આ વિરોધે હિંસક વળાંક લેતા પ્રદર્શનકારીઓએ પોલીસ પર ભારે પથ્થરમારો કર્યો હતો, જેમાં અનેક વાહનોના કાચ તૂટી ગયા હતા અને કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આખરે પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

Mathura Baba Chandra Shekhar Death

એક શંકાસ્પદની અટકાયત

સ્થાનિક લોકોએ ઘટનાસ્થળેથી એક શંકાસ્પદ યુવકને ઝડપી પાડી પોલીસને સોંપ્યો છે, જ્યારે અન્ય ત્રણ શખ્સો ફરાર થઈ ગયા છે. પ્રદર્શનકારીઓની માંગ છે કે આ મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને ફરાર આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.

કોણ હતા ‘ફરસાવાલે બાબા’?

બાબા ચંદ્રશેખર ઉર્ફે ‘ફરસાવાલે બાબા’ બ્રજ ક્ષેત્રમાં ગૌરક્ષા આંદોલનના અગ્રણી ચહેરો હતા. તેઓ હંમેશા પોતાની સાથે ફરસો (એક પ્રકારનું શસ્ત્ર) રાખતા હોવાથી આ નામથી પ્રચલિત થયા હતા. ગૌસેવા માટે સમર્પિત બાબાના મોતના સમાચારથી સમગ્ર ધાર્મિક જગતમાં શોક અને આક્રોશની લહેર છે.

હાલ ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે અને એસપી રૂરલ સહિતના ઉચ્ચ અધિકારીઓ મામલાને થાળે પાડવા પ્રયાસ કરી રહ્યા છે.


આ પણ વાંચો: મથુરા-વૃંદાવનના બાબા પ્રેમાનંદ મહારાજની તબિયત લથડી, ભક્તોમાં નિરાશા ફેલાઈ

આ પણ વાંચો: મથુરાના નાગલા દેવિયા વળાંક પર કાર અકસ્માત, ચાર યુવાનોએ જીવ ગુમાવ્યો

આ પણ વાંચો: મથુરાના ગોવર્ધન મંદિરનો પૂજારી કરોડ રૂપિયા લઈ ફરાર, મેનેજરે નોંધાવી ફરિયાદ