Not Set/ વાયુ ઇફેક્ટ : ભરૂચને મળ્યા “વાયુ”  મામલે રાહતનાં સમાચાર

વાયુ વાવાઝોડાને લઇને ભરૂચ માટે રાહતના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. ભરૂચમાં દરિયા કિનારેથી તંત્ર દ્રારા હાઇ એલર્ટનું સિગ્નલ હટાવી લેવામાં આવ્યું છે. ભરૂચ બંદર પરથી હાઇ અલર્ટનું સિગ્નલ હટાવી લેવામા આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે વાયુ વાવાઝોડાને કારણે ભરૂચ દરિયાનાં કિનારે વસતા 40 ગામોનાં લોકોને સાવધ કરવામા આવ્યા હતા. વાયુ […]

Top Stories Gujarat Surat Others

વાયુ વાવાઝોડાને લઇને ભરૂચ માટે રાહતના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. ભરૂચમાં દરિયા કિનારેથી તંત્ર દ્રારા હાઇ એલર્ટનું સિગ્નલ હટાવી લેવામાં આવ્યું છે. ભરૂચ બંદર પરથી હાઇ અલર્ટનું સિગ્નલ હટાવી લેવામા આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે વાયુ વાવાઝોડાને કારણે ભરૂચ દરિયાનાં કિનારે વસતા 40 ગામોનાં લોકોને સાવધ કરવામા આવ્યા હતા. વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ જતા, આમ તો ભરૂચમાં વાવાઝોડાની કોઇ ખાસ વરવી અસર વર્તાઇ નહોતી. પરંતુ ભારે વેગીલા પવન અને વરસાદી ઝાપટા પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

ગુજરાત માથે ખતરો બની ત્રાટકનાર વાયુ વાવાઝોડાએ દિશા બદલતા રાજ્યભરનાં દરિયા કિનાર પરથી તંત્રએ હાઈ એલર્ટનું સિગ્નલ ઓછું કારવાની તાજવીજ હાથ ધરી છે. વાયુ વાવાઝોડાને લઈ ગુજરાતભરનાં લોકોમાં એક દહેશત પ્રસરી હતી જ્યારે આ વાવાઝોડામાં ઓછામાં ઓછી જાનહાની થાયતે માટે તત્રએ પણ કમર કશી હતી. ત્યારે ભરૂચનાં પણ 3 તાલુકાનાં દરિયા કિનારનાં લોકોને સાવધ રહેવા તંત્રએ તાકીદ કરી હતી. ભરૂચ જિલ્લાનાં તટતીય ક્ષેત્રે વાયુ વાવાઝોડાની મોટીનો ખાડવા ભરૂચ વહીવટી તત્ર દ્વ્રારા ત્રણ તાલુકા પૈકી વાગરા, જંબુસર, હાંસોટના દરિયા કિનારે વસતા 40 ગામોનાં લોકોને સાવધ કર્યા હતા.

હાલ જ્યારે વાયુ ફંટાઇ ઓમાન તરફ વળી ગયું છે અને ગુજરાત ઉપરથી મોટો ખતરો આંશીક રીતે ટળી ચૂક્યો છે ત્યારે ભરૂચ જીલ્લમાં અને ખાસ કરીને દહેજ બંદર વિસ્તારનાં લોકો ભારે પવન અને વરસાદી ઝાપટાને કારણે વાતાવરણમાં પ્રસરી ગયેલ ઠંડક માણવા ઉમટી પડ્યા છે. અને ભરૂચ બદરે પણ સહેલાણીઓ આ ખુશ મિજાજ દરિયાને અને વાતવરણ ને નિહાળવા ઉમટી પડ્યા છે. જો કે તંત્ર દ્રારા દરેક બંદર પર સુરક્ષા મૂકી દેવાય હોવાથી લોકોને દરિયાની નજીક ન જવા માટેની સલાહ અપાઈ રહી છે.

જુઓ આ વિડીયો પણ…..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.