Not Set/ નાગપુરનાં મેયર પર જીવલેણ હુમલો, બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ કર્યુ ફાયરિંગ

ગત રાત્રીએ મહારાષ્ટ્રનાં નાગપુરનાં મેયર સંદીપ જોશી પર બે બાઇક સવારે ફાયરિંગ કર્યું હતું. બાઇક સવાર ગુનેગારોએ મેયર પર ત્રણ રાઉન્ડ ફાયર કર્યા, પરંતુ સદભાગ્યે મેયર આ હુમલાથી બચી ગયા. મેયર ગઈરાત્રે તેની કાર દ્વારા કોઇ જગ્યાએ જઈ રહ્યા હતા ત્યારે બે બાઇક સવારોએ તેમના પર હુમલો કર્યો હતો. મેયર કોઈ રીતે આ હુમલાથી બચી […]

Top Stories India

ગત રાત્રીએ મહારાષ્ટ્રનાં નાગપુરનાં મેયર સંદીપ જોશી પર બે બાઇક સવારે ફાયરિંગ કર્યું હતું. બાઇક સવાર ગુનેગારોએ મેયર પર ત્રણ રાઉન્ડ ફાયર કર્યા, પરંતુ સદભાગ્યે મેયર આ હુમલાથી બચી ગયા. મેયર ગઈરાત્રે તેની કાર દ્વારા કોઇ જગ્યાએ જઈ રહ્યા હતા ત્યારે બે બાઇક સવારોએ તેમના પર હુમલો કર્યો હતો. મેયર કોઈ રીતે આ હુમલાથી બચી ગયા છે. જો કે આ હુમલામાં કોઈને જામહાની થઇ નથી. મેયરની ફોર્ચ્યુનર કાર MH 31 FA 2700 નાં ગ્લાસ પર બુલેટનાં નિશાન સ્પષ્ટ જોઇ શકાય છે.

સમાચાર એજન્સી ‘એએનઆઈ’ અનુસાર, નાગપુરનાં મેયર સંદીપ જોશી પર મંગળવારે મધ્યરાત્રિએ હુમલો થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બાઇક પર બે અજાણ્યા શખ્સોએ અચાનક આવી તેમની કાર પર હુમલો કર્યો હતો. બંનેએ તેમની કાર પર ગોળીબાર કર્યો હતો અને તે સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. શહેરનાં મેયર પર આ પ્રકારનાં જીવલેણ હુમલો થયા બાદ સ્થાનિક પોલીસ-વહીવટી તંત્ર ચોંકી ગયુ હતું. જો કે વહીવટી તંત્રએ આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે, પરંતુ પોલીસ હજી સુધી કોઈ પણ ગુનેગારની ધરપકડ કરવામાં સફળ રહી નથી. શહેરનાં મેયરની કાર પર મધરાતની ગોળીબારીને કારણે નાગપુરની સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ સવાલો ઉભા થયા છે. આપને જણાવી દઇએ કે શહેરમાં વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ હુમલો થયો છે. આ સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત રાજ્યનાં તમામ મંત્રીઓ, અધિકારીઓ અને સુરક્ષાકર્મીઓ આ સત્ર માટે એકઠા થયા છે.

આવી સ્થિતિમાં મેયરનાં વાહન ઉપર હુમલાખોરોએ ગોળીઓ ચલાવી ફરાર થઈ જવાને કારણે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની કાર્યશૈલી પર સવાલો ઉભા થવા લાગ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ પછી સરકાર બનાવવા માટે લાંબી જહેમત ઉઠાવી પડી હતી. મુખ્યમંત્રી પદ માટે ભાજપ અને શિવસેના વચ્ચેનું વર્ષો જૂનું જોડાણ તૂટી ગયું હતું. આ પછી શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસે નવી ગઠબંધનની સરકાર બનાવી. ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદ મળ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.