અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સોમવારે એક પત્નીએ તેના પતિ સામે ઢોરમાર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.પત્નીને માર મારવાનું કારણ પણ સાવ વિચિત્ર હતું. પત્નીએ રાત્રે અગિયાર વાગ્યે ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. આ સમયે ઘરમાં સુતેલા પતિની ઊંઘમાં ખલેલ પહોંચતા તેણે બારણું ખોલીને તેની પત્નીને ઢોરમાર માર્યો હતો. આ કારણે તક્ષશિલા એપાર્ટમેન્ટમાં રહેતા 45 વર્ષના ભાવના ચૌહાણે તેમના પતિ વિરુધ માર માર્યો હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ભાવના ચૌહાણે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ગયા અઠવાડિયે થોડા દિવસ માટે પોતાના પિયર વડનગર ગયા હતા. રવિવારે રાત્રે તેઓ 11 વાગ્યાની આસપાસ અમદાવાદમાં તેમના ઘરે પાછા ફર્યા હતા. તેમણે ઘરની અંદર જવા માટે રાત્રે 11 વાગ્યે દરવાજો ખખડાવ્યો હતો. તેમના પતિ ઘનશ્યામ ચૌહાણ (48)એ દરવાજો ન ખોલ્યો. આથી તેમણે બારણું ખખડાવાનું ચાલુ રાખ્યું હતું. ઘરનો દર્જાવો જોર જોરથી ખખડવામાં આવતા તેમના પતિએ દરવાજો ન ખોલ્યો પણ અંદરથી ઊંઘમાં બબડવાનું ચાલુ કર્યું હતુ.એટલું જ અહીં તેમને અંદરથી ભાવના બેનને પલંગમાંથી જ ગાળાગાળી આપવાનું ચાલુ કરી દીધી. બહાર કડકડતી ઠંડી હોવાથી તેણે સતત બારણુ ખખડાવાનું ચાલુ જ રાખ્યુ. અંતે પતિએ ઊઠીને દરવાજો ખોલ્યો. ઊંઘમાં ખલેલ પહોંચાડવા બદલ તેણે ભાવના બેનને મારવાનું ચાલુ કરી દીધું હતું.
ભાવના બહેને વિરોધ કર્યો તો ઘનશ્યામે તેને થાય તે કરી લેવાની ધમકી આપી. તેણે પત્નીને ધમકી આપીને કહ્યું કે હિંમત હોય તો ફરિયાદ કરીને બતાવ. પાડોશીઓએ ભાવના બેનને તેમના પતિથી બચાવી લીધા હતા અને ભાવના બેનને હોસ્પિટલમાં લઈ ગયા હતા. તે બાદ ભાવના બેનને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં તેમના પતિ વિરુધ તેમને મારવા, ધમકી આપવા અને ગાળાગાળી કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
