Gujarat News: આદિવાસી બહુલ ધરાવતાં છોટાઉદેપુર જિલ્લા માં હોળીના પર્વો દરમિયાન કવાંટ ખાતે ભરાતા ગેરના મેળાને 100 જેટલી હેરીટેજ યાદીમાં ગેરના મેળાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે તે મેળામાં આજે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ના લોકો સાથે દેશ-વિદેશથી મેળો મહાલવા લોકો ઉમટી પડ્યા
આદિવાસી બહુલ ધરાવતાં છોટાઉદેપુર જિલ્લા માં હોળી ના પર્વો નું સવિશેષ મહત્વ છે અને તેથી જ હોળી પૂર્વે ના 8 દિવસ ના ભંગોરિયા મેળા અને હોળી બાદ અગિયારસ સુધી યોજાતા ભાતિગઢ લોકમેળાઓમાં આદિવાસી સમુદાય ની અનોખી પરંપરા રીત રિવાજ અને માન્યતાઓ સાથે 20 દિવસ સુધી હોળી નાં પર્વોની ઉજવણી કરતા જોવા મળે છે જેમાં હોળીના ત્રીજા દિવસે કવાંટ ખાતે યોજાતો ગેરનો મેળો વિશ્વ વિખ્યાત બન્યો છે.

ભારત સરકાર ના સાંસ્કૃતિક મંત્રાલય ની 100 જેટલી હેરીટેજ યાદીમાં કવાંટ ના ગેરના મેળાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે ત્યારે વર્ષો જૂના આ ભાતિગઢ લોક મેળાને કેમ ગેર નો મેળા તરીકે ઓળખવામાં આવે છે એ વિશે પણ અનેક મત મતાંતરો પ્રવર્તી રહ્યા છે ત્યારે, ગેર એટલે ભેગુ કરવું અને ભેગા થવું, સદીઓ પહેલાં થી હોળી ના ત્રીજા દિવસે ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર ના આદિવાસીઓ કવાંટ ખાતે મેળા માં ભેગા મળી પારંપરિક સંસ્કૃતિ મુજ્બ વાદ્ય સંગીતના સાધનો સાથે નાચગાન કરતાં હતાં, એ સંસ્કૃતિ ને જાળવી રાખી આજે પણ આ કવાંટ નો ગેરનો ભાતિગઢ લોક મેળા મેળો યોજાઇ રહ્યો છે, જેમાં ગેરૈયાઓ વિવિધ પ્રકારના સ્વરુપ ધારણ કરતાં હોય છે.
આજે યોજાયેલા મેળામાં મંત્રી કુબેર ડીંડોર, સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સંહિત જિલ્લા કલેક્ટર સહીત વહીવટી તંત્રના અધિકારીઓં ઉપસ્થિત રહયા હતાં એના પાછળ પણ અનેક માન્યતાઓ છુપાયેલી જોવા મળે છે, હોળી બાદ કવાંટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા ઘેરિયાં બનવાની બાધા રાખતા હોય છે, અને એ મનોકામના પૂર્ણ થઈ હોય એ લોકો ઘેરીયાં નું સ્વરૂપ ધારણ કરતાં હોય છે જેમાં પુરુષનુ સ્વરૂપ ધારણ કરે તેને ધેરિયા, અનેસ્ત્રી નું સ્વરૂપ ધારણ કરે તેને ઘેરાણી અને કાળી મેશ સાથે નું વિચિત્ર સ્વરૂપ ધારણ કરે તેને કાની મીની તરીકે ઓળખવામાં આવે છે, અને ઘેરૈયા ની ટીમ માં 50 જેટલાં લોકો ઘેરૈયા નું સ્વરૂપ ધારણ કરે છે.

ગેર એટલે ભેગા થવું એ ઉપરાંત ભેગુ કરવું ઘેરૈયા ની ટીમ દ્વારા પરંપરા મુજબ ફરી ફરી ને દરેક ઘરે થી એક મુઠી ધાન કે નાણાં એકઠા કરવા માં આવે છે અને જે અનાજ કે નાણાં ભેગા થયા હોય તે ટીમ ના સરખા હિસ્સે વહેંચવામા આવે છે, એટલે કે ઘેરિયા લોકો પાસે માંગતા નથી પણ આજના આધુનિક યુગમાં સરખે હિસ્સે સહ-ભાગીદારી દાખવી સુખ અને દુઃખના સમયમાં પણ સરખે હિસ્સે વહેચી ને ખાવાની શીખ આપે છે.
કવાંટ સ્થિત ભાતીગઢ લોકમેળો પરંપરા મુજબ લાખો લોકોની ઉપસ્થિતિ માં યોજાતો આવ્યો છે કવાંટ સ્થિત યોજાતા વર્ષો જૂના ભાતીગઢ લોકમેળામાં ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર ના આદિવાસી સમુદાયના મોટી સંખ્યામાં લોકો પોતના વાદ્ય સંગીત ના સાધનો સાથે પરંપરા મુજબ નાચગાન કરી આદિવાસીઓની સાંસ્કૃતિક વિરાસત ને ઉજાગર કરી હતી મેળાની જન મેદનીમા ઓળખાઈ જાય તે માટે અને સાથે રહેવા ગામની ટુકડીઓં બનાવી એક કલર નો એક સરખો પારંપરીક આદિવાસી પોશાક પહેરી આવતા હોય છે મેળામાં પુરુષો-મહિલાઓ કલરફુલ વસ્ત્રો પહેરી આવતા હોવાથી ભારે આકર્ષણ જોવા મળતુ હોય છે
પોતાની આગવી સંસ્કૃતી ને ટકાવી રાખવા માટે મેળાઑમા આદિવાસી સમાજના લોકો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય તેજ પ્રમાણે આજે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ભરાયેલા મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ના લોકો સાથે દેશ-વિદેશથી મેળો મહાલવા લોકો ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચો: છોટાઉદેપુર: નસવાડીમાં હિટ એન્ડ રનમાં એક મોત
આ પણ વાંચો: છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની હત્યા, ચૂંટણી સમયની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ
આ પણ વાંચો: છોટાઉદેપુરમાં યુવકના મૃતદેહ મળવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો
