Ahmedabad News: અમદાવાદ(Ahmedabad)ના ધોળકા(Dholka)માં ATSએ મોટું સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ATS દ્વારા ધોળકામાં અંદાજે 50 કરોડની રકમનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી મોટી કાર્યવાહી કરી છે.
ગુજરાત ATSએ ખંભાત (Khambhat) બાદ ધોળકામાં મોટા પ્રમાણમાં માદક પદાર્થો(Drugs)નો જથ્થો જપ્ત કર્યો છે. અમદાવાદના ધોળકામાં પુલેન ચોકડી વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. દેવમ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા ગોડાઉનમાં બાતમીના આધારે ATS ત્રાટકી હતી. મોડી રાત્રિથી ATSની ટીમ દ્વારા ધોળકામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ગોડાઉનમાં મોટી માત્રામાં નશીલી દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

અગાઉ આણંદ જીલ્લાના ખંભાતમાં સોખડા GIDC વિસ્તારમાં ગ્રીનલાઇફ ઇન્દ્રસ્ટ્રીઝ કંપનીમાં ATSના દરોડા પડ્યાં હતા. માહિતી મુજબ કંપની ગેરકાયદે ડ્રગ બનાવતી હોવાની બાતમીના આધારે એટીએસએ દરોડા પાડ્યા હતા. ATSએ સતત 18 કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. જેમાં અલ્પ્રાઝોલમ નામની દવા ઝડપાઈ છે. તેમજ 1 મહિલા સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ATS દ્વારા અંદાજે 107 કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:ખંભાતમાં 100 કરોડથી વધુના ડ્રગ્સ કેસમાં આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર
આ પણ વાંચો:સુરતમાં ATS એ ખાનગી એક્સચેન્જ ઝડપ્યું
આ પણ વાંચો:ગુજરાત ATSએ ‘અમીચંદ’ને પકડ્યો, પાક. માટે કરતો હતો જાસૂસી
