બસ અકસ્માત/ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર લક્ઝરી બસને નડ્યો અકસ્માત, એકનું કરુણ મોત

ગુજરાત રાજસ્થાન બોર્ડર  પરથી પસાર થઈ રહેલી એક લક્ઝરી બસને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. લક્ઝરી બસ જયપુરથી અમદાવાદ આવવા નીકળી હતી….

Gujarat Others
અકસ્માત

ગુજરાતમાં અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. તે દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. તેવામાં ફરી એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું  મોત થયું છે જયારે 7 થઈ વધુ લોકો ઘાયલ થયા છે.  આ અકસ્માતની જાણ થતાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સાથે સાથે રાજસ્થાનની આબુરોડ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો :મુન્દ્રા હેરોઇન કાંડ બાબતે અદાણી ગ્રુપે આપ્યો ખુલાસો, કહ્યું…

આપને જણાવી દઈએ કે, ગુજરાત રાજસ્થાન બોર્ડર  પરથી પસાર થઈ રહેલી એક લક્ઝરી બસને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. લક્ઝરી બસ જયપુરથી અમદાવાદ આવવા નીકળી હતી. ત્યારે આ લક્ઝરી બસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર ઉપર રાજસ્થાનની હદમાં પલટી મારી હતી.

આ પણ વાંચો :પાવાગઢના ટ્રસ્ટીપદેથી બળાત્કારના આરોપમાં સંડોવાયેલા રાજુ ભટ્ટની તત્કાલ હકાલપટ્ટી

બસ પલટી મારતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. જયારે બસમાં સવાર 7 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે આબુરોડની હોસ્પિટલમાં ખસેડાયામાં આવ્યા છે. રાજસ્થાનની આબુરોડ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બસના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં બસ પલટી હોવાનું અનુમાન લાગવામાં અવી રહ્યું છે.

આ પણ વાંચો :પીધેલો હેડ કોન્સ્ટેબલ યુવતી સાથે કઢંગી હાલતમાં ઝડપાયો

આપણે જણાવી દઈએ કે, ગઈકાલે અમદાવાદ લીંબડી હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના કરુણ મોત નીપજ્યાં છે જયારે 10 થઈ વધુ લોકો ઘાયલ થયા હતા. મુસાફરો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે લીંબડી પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે 2 લોકોના મોત નિપજવા પામ્યા હતા બંનેને પીએમ અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને અન્ય બેને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર હેઠળ લીંબડી ખાતે રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :GPSC દ્વારા Class I & II સહિત વિવિધ વિભાગો માટેની ભરતીની જાહેરાત કરાઈ

આ પણ વાંચો : વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં છરીનાં ઘા ઝીંકી રિક્ષાચાલક યુવાનની હત્યા કરનારો આરોપી ઝડપાયો

આ પણ વાંચો : રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૪ કેસ નોંધાયા