સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાલી માતાજીના દર્શનાર્થે દરવર્ષે લાખ્ખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, આ મહાકાલી માતાજીના ટ્રસ્ટમાં સામેલ ટ્રસ્ટી અને સેક્રેટરી રાજુ ભટ્ટ સામે વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક કાયદાનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ બળાત્કારના આરોપની ફરીયાદ નોંધાવતા પાવાગઢ તિર્થ ક્ષેત્રમાં ભયંકર ખળભળાટ મચી ગયો છે. રાજુ ભટ્ટને તાત્કાલિક ટ્રસ્ટીપદેથી હકાલપટ્ટી કરવામાં આવે એવી લાખ્ખો શ્રદ્ધાળુઓ સમેત શક્તિપીઠ પાવાગઢના રહીશોની પણ ગંભીર લાગણીઓ છે.
શક્તિપીઠમાં જેની ગણના થાય છે એવા ઐતિહાસિક સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢના ડુંગર ઉપર બિરાજમાન મહાકાલી માતાજીના દર્શનાર્થે ગુજરાત સમેત આંતરરાજય માંથી દરવર્ષે લાખ્ખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ પાવાગઢ સ્થિત મહાકાલી મંદિર ટ્રસ્ટના ભાજપ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ટ્રસ્ટી અને સેક્રેટરી રાજુ ભટ્ટ અને તેઓના મિત્ર એવા સી.એ.અશોક જૈન સામે વડોદરામાં અભ્યાસ કરવા આવેલ વિદ્યાર્થીનીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં શારીરિક અત્યાચારની ફરિયાદ નોધાવી છે. મરજી વિરુધ્ધ બળાત્કાર ગુજારીને આ અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હોવાની ફરીયાદ આપતા તિર્થધામ પાવાગઢ સમેત લાખ્ખો શ્રદ્ધાળુઓમાં ટ્રસ્ટી અને સેક્રેટરી રાજુ ભટ્ટના લંપટલીલાના કરતુકોથી ભારે આઘાતનો ખળભળાટ પ્રસરી ગયો છે. અને મહાકાલી માતાજીના આ ધામમાંથી રાજુ ભટ્ટનો ટ્રસ્ટીપદેથી તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરવામાં આવે એવી શ્રદ્ધાળુઓની લાગણીઓ બુલંદ બની છે.!!
રાજુ ભટ્ટને ટ્રસ્ટી બનાવવા માટે રાજકીય ભલામણ કરનાર કોણ.?!!
સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાલી માતાજીના મંદિર ટ્રસ્ટના ચેરમેન તરીકે અમદાવાદ સુરેન્દ્ર કાકાને મુકવામાં આવ્યા હતા. એમા રાજય સરકાર દ્વારા “ભાવનગર લોબી”ના રાજકીય અને આર્થિક હિતની ભલામણોમાં ટ્રસ્ટી તરીકે વડોદરામાં રહેતા રાજુ ભટ્ટની નિમણુંક કરી હતી. અને સુરેન્દ્ર કાકાના કાર્યભારની વ્યસ્તતાઓમાં સેક્રેટરીનો કાર્યભાર સંભાળનાર રાજુ ભટ્ટ સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાલી માતાજીના ટ્રસ્ટના સર્વેસર્વા હોવાના આ દબદબા ભર્યા દેખાવો વચ્ચે તેઓની સામે બળાત્કાર જેવા ગંભીર ગુન્હાની ફરીયાદ નોંધાતા ગુજરાત ભા.જ.પ. સરકારમાં પણ ઘેરાપ્રત્યાઘાતો ઉભા થયા છે. એમા યાત્રાધામ પાવાગઢના વિકાસથી લઈને વહીવટી ક્ષેત્રની તમામ કામગીરીઓ માટેની રાજકીય ભલામણો પણ તપાસનો મુદ્દો બને એમ છે.!!
હવામાન / રાજયમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદની સંભાવના
ચીન / ગલવન ઘાટીની ઘટના બાળકોના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરી બાળકોને દેશભક્તિનો પાઠ ભણાવશે
