Rajkot News: રાજકોટમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત કાર્યક્રમમાં ભારતીય નાગરિકતા પ્રાપ્ત થતાં મૂળ ભારતના અને પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા લોકોએ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. રાજકોટના મહિલા લાભાર્થી આશાબેન બેચરભાઈએ પોતાની આનંદની લાગણી વ્યક્ત કરતાં જણાવે છે કે, આજથી હું ભારતવાસી અને ભારત દેશના પરિવારનો અનન્ય હિસ્સો બની છું. મને અહિંયાનું નાગરિકત્વ મળતાં ખુબ જ આનંદ થયો છે. હું સુરક્ષા અને સલામતી અનુભવું છું અને આજથી હું ભારતીય તરીકે ઓળખાઈશ જેની મને ખુશી છે.
લાભાર્થી ભાવનાબેન મહેશ્વરી
મૂળ ભારતીય અને પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા ભાવનાબેન મહેશ્વરીને આજે ભારતીય નાગરિકત્વ પ્રમાણપત્ર મળતાં તેમની વર્ષોની અભિલાષા પૂર્ણ થઇ હતી. આ વેળાએ તેઓ જણાવે છે કે, હવે “ગર્વ સાથે કહી શકીશ કે, હું ભારતીય નાગરિક છું.” છેલ્લા 10 વર્ષથી રાજકોટમાં રહી આઠ વર્ષથી નોકરી કરીને આત્મનિર્ભર બની છું. જો પાકિસ્તાનમાં રહેતી હોત તો આજે હું આટલું સારું જીવન વ્યતીત ન કરતી હોત. ભારતીય નાગરિકત્વ મેળવવામાં મને વહીવટી તંત્ર અને સરકાર ખૂબ જ મદદરૂપ બની છે. જેના માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
આ પણ વાંચો:રાજકોટ : આધારકાર્ડમાં નામ-સરનામાં બદલવાનું કૌભાંડ, 6 શખ્સો ઝડપાયા
આ પણ વાંચો:રાજકોટના રીબડા ગામે મોડી રાત્રે ફાયરિંગની ઘટના, પોલીસ તપાસમાં લાગી
