દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શાસક પક્ષ આપ સરકાર બનાવવામાં એકવાર ફરી સફળ રહ્યુ છે, અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી 63 બેઠકો પર આગળ છે અને ભાજપ માત્ર 7 બેઠકો પર અટકી ગઈ છે, જ્યારે બીજી વાર કોંગ્રેસ એક બેઠક પણ મેળવી શકી નથી. આપને જણાવી દઇએ કે, અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત દિલ્હીનાં મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે, સવારથી જ આપ પાર્ટીમાં ઉત્સવનું વાતાવરણ જોવામા મળી રહ્યુ હતુ.
આપ પાર્ટીએ શાહરૂખ ખાનની પ્રખ્યાત ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’નો ભાવનાત્મક વીડિયો તેના ટ્વિટર હેન્ડલથી શેર કરીને તેની જીતની ખુશી અને લાગણીઓને વ્યક્ત કરી છે, હકીકતમાં તે આ ફિલ્મનો એક સીન છે જેમાં અંતિમ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમ ખૂબ જ નબળી ટીમ હોવાનુ સામે આવ્યા બાદ જીતે છે અને વર્લ્ડ ચેમ્પિયન બને છે, આજે આપ પાર્ટીની પણ આ જ સ્થિતિ છે, જેણે વિકાસનાં આધારે આ જીત મેળવી છે.
Emotions right now… pic.twitter.com/TXw7nHCFxM
— AAP (@AamAadmiParty) February 11, 2020
નોંધપાત્ર વાત એ છે કે, વિજય બાદ પાર્ટી કાર્યાલયમાં કાર્યકરોની વચ્ચે પહોંચેલા કેજરીવાલે I Love You કહીને દિલ્હીની જનતાનો આભાર માન્યો હતો, તેમણે કહ્યુ કે, હું આપ ની જીત પર દિલ્હીનાં લોકોને અભિનંદન પાઠવું છું. લોકોએ બતાવ્યું છે કે દેશ ‘મન કી બાત’ થી નહીં પણ’ જન કી બાત’ થી ચાલશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
