રાહુલ ગાંધીએ દિલ્હીના રામલીલા મેદાનમાંથી મોદી સરકાર પર હુમલો કરતાં વીર સાવરકર પર હુમલો કરીદીધો છે. અને તેને લઈને દેશનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. જેના કારણે મહારાષ્ટ્રમાં રાજકીય હંગામો તીવ્ર બન્યો છે. શિવસેનાએ રાહુલના નિવેદનમાં વાંધો ઉઠાવ્યો છે.
પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતે રાહુલ ગાંધીને સાવરકરનું પુસ્તક વાંચવાની સલાહ આપી છે. દરમિયાન સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે કેન્દ્ર સરકારને રાહુલ વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું છે. તે જ સમયે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના વરિષ્ઠ નેતા છગન ભુજબલનું કહેવું છે કે સાવરકર ગાયને માતા નથી માનતા, ભાજપ માને છે.
મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસનું મહા વિકાસ આગાડી ગઠબંધન રચાયું છે. આવી સ્થિતિમાં શિવસેનાના હીરો સાવરકર અંગે રાહુલની ટિપ્પણીની શું અસર થશે. જ્યારે એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, ઉદ્ધવ જી, સોનિયા જી અને પવાર સાહેબ પરિપક્વ લોકો છે. સાથે મળીને તેઓ યોગ્ય નિર્ણય લેશે.
કેન્દ્ર સરકારે રાહુલ સામે કાર્યવાહી કરવી જોઈએ
વીર સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન મારું નામ રાહુલ સાવરકર નથી, હું સત્ય માટે ક્યારેય માફી નહિ માગું. વધુમાં કહ્યું, ‘વીર સાવરકર વિશે કોઈ અપમાનજનક શબ્દો કહી શકે નહીં. સરકારે રાહુલ ગાંધી વિરુદ્ધ ગુનાહિત કાર્યવાહી કરવી જોઈએ.
આ ઉપરાંત તેમણે મહારાષ્ટ્રની શિવસેના સરકારને સલાહ આપી છે કે ઉદ્ધવ ઠાકરેએ રાહુલના નિવેદન બાદ કોંગ્રેસ પ્રધાનોને તેમના પ્રધાનમંડળમાંથી કાઢી મુકવા જોઈએ. અને લઘુમતી સરકાર ચલાવવી કારણ કે ભાજપ તેમની સરકાર વિરુદ્ધ મત નહીં આપે.
સાવરકર ગાયને માતા ન માનતા
રાહુલના નિવેદન પર એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબલે કહ્યું, ‘જ્યારે મોટી હસ્તીઓની વાત આવે છે, ત્યારે દરેક જણ દરેક બાબતે સહમત નથી. રાહુલના સાવરકર વિશે તેમના મંતવ્યો છે. સાવરકરે કહ્યું હતું કે ગાય અમારી માતા નથી પરંતુ ભાજપ કહે છે ગાય અમારી માતા છે. સાવરકરના મંતવ્યો જ્ઞાનવાદી હતા. પરંતુ શું ભાજપ તેનો સ્વીકાર કરશે? તે કદી નહીં કરે. ‘
રાહુલને સાવરકર બનવા માટે ઘણા જન્મ લેવાની જરૂર છે
રાહુલના નિવેદન પર આરએસએસના નેતા ઇન્દ્રેશ કુમારે કહ્યું, ‘બ્રિટિશરો સાવરકરથી ડરતા હતા, તેથી જ બ્રિટિશરોએ તેમને બે વાર આજીવન કેદની સજા આપી હતી. રાહુલ ક્યારેય સાવરકર ન હોઈ શકે. સાવરકર બનવા માટે તેમણે ઘણા જન્મો લેવી પડશે, પરંતુ તે પછી પણ તે તેમના (સાવરકર) જેવા થઈ શકશે નહીં. રાહુલ સાથે સંકળાયેલ ‘ગાંધી’ એ ગાંધી શબ્દનો અનાદર છે. તેમણે ‘ગાંધી’ અટકનો ઉપયોગ કરીને ગાંધીનો અનાદર ન કરવો જોઇએ. તેમના નિવેદનના કારણે રાષ્ટ્રને દુખ થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
