Not Set/ પુણ્યતિથિ/ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના શિલ્પી એવા સરદાર પટેલે કાશ્મીર સમસ્યાને લગભગ સોલ્વ કરી નાખી હતી

ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની આજે 69 મી પુણ્યતિથિ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે સરદાર પટેલે દેશની સેવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વડા પ્રધાને કહ્યું કે, તેમણે રાષ્ટ્ર માટે કરેલી સેવામાંથી પ્રેરણા લેવાનું ચાલુ રાખીશું. દેશના ગૃહમંત્રી […]

Top Stories India

ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની આજે 69 મી પુણ્યતિથિ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે સરદાર પટેલે દેશની સેવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વડા પ્રધાને કહ્યું કે, તેમણે રાષ્ટ્ર માટે કરેલી સેવામાંથી પ્રેરણા લેવાનું ચાલુ રાખીશું.

દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે સરદાર પટેલ સંગઠિત અને અવિરત ભારતની કલ્પના, સંકલ્પ અને દ્રઢ ઇચ્છાશક્તિથી આપણા બધા માટે પ્રેરણાનો એક અનોખો સ્ત્રોત છે. તે ખરેખર એક ભારત રત્ન હતા, જેમણે સ્વતંત્રતા અને અખંડ ભારતના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.

ઉલ્લેખનીય છે કે, દેશની આઝાદી પછી સરદાર પટેલ પ્રથમ નાયબ વડા પ્રધાન, ગૃહ પ્રધાન હતા. સરદાર પટેલને આયર્ન મેન તરીકે ઓળખવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.