Himmatnagar News: હિંમતનગર GRPએ રેલવેમાં હેરફેર કરાતો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો. હિંમતનગર રેલવે પ્લેટફોર્મ પરથી ચેકિંગ દરમિયાન રું 79.21 લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. અજાણ્યો શખ્શ પોલીસની ચહલપહલ જોઈ પ્લેટફોર્મ પર ડ્રગ્સ ભરેલો થેલો મૂકી ફરાર થઈ ગયો છે. વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં ડ્રગ્સના જથ્થાની હેરફેર કરવામાં આવી રહી હોવાનું મનાય છે.
વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેન ઈન્દોરથી અમદાવાદના અસારવા જઈ રહી હતી. હિંમતનગર GRP પોલીસ ટીમના ચેકિંગને લઈ અજાણ્યો શખ્શે થેલો બિનવારસી હાલતમાં છોડ્યો હોવાનું માનવામાં આવે છે. વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચ પાસે બિનવારસી થેલો છોડી દેવાયો હતો.
બિનવારસી થેલામાં એમ્ફેટાઈમાઈન અને મેથાએમ્ફેટામાઈન ડેરીવેટીવ્સ પ્રકારનો 792.11 ગ્રામ જથ્થો મળી આવ્યો, જેનું બજારમૂલ્ય 79.21 લાખ રૃપિયા થાય છે. થેલામાં કપડાની નીચે સંતાડીને ડ્રગ્સની હેરાફેરી કરાતી હતી. રેલવે પોલીસે સીસીટીવી અને ટિકિટ આધારે ડ્રગ્સની હેરાફેરી કરનારને ઝડપવા કાર્યવાહી કરી હતી.
આના પરથી જણાય છે કે પોલીસની ધોંસ હવે વધી ગઈ છે. હવે ફક્ત નાર્કોટિક્સ વિભાગ જ નહીં રેલ્વે પોલીસ પણ ડ્રગ્સની હેરાફેરીને લઈને સાબદી બની ગઈ છે. આગામી દિવસોમાં આ પ્રકારના વધુને વધુ કિસ્સા સામે આવે તો આશ્ચર્ય નહીં થાય.
આ પણ વાંચો:સાબરકાંઠાના હિંમતનગરના સિકંદર લોઢા વિઝા કૌભાંડમાં બહાર આવી વધુ એક છેતરપિંડી
આ પણ વાંચો:હિંમતનગરમાં BZ જેવી વધુ એક પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ દાખલ, ARના સંચાલકો ભૂગર્ભમાં ઉતર્યા
આ પણ વાંચો:હિંમતનગર : 15 વર્ષની કિશોરીનું હાર્ટએટેકથી મોત, નાની ઉંમરમાં હાર્ટએટેકના બનાવોથી લોકોમાં ચિંતા

