Not Set/ યુકેમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ખતરો, નવા કેસોની સંખ્યા 50,000ને પાર

યુકેમાં આ સપ્તાહમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસની સંખ્યામાં 46 ટકા વધારો થયો છે.  કેસની સંખ્યા વધવા સાથે હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

Top Stories World

યુકેમાં કોરોનાની ત્રીજી લહેરે દસ્તક લીધી હોય તેવું લાગી રહ્યું છે. સતત યુકે ડેલ્ટા પ્લસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ડેલ્ટા વેરિઅન્ટના કેસની સંખ્યામાં 46 ટકાનો વધારો થયો  છે.

ડેલ્ટા વેરિયન્ટના કેસમાં વધારો

સપ્તાહમાં નવા કેસોમાં સતત ઉછાળો

14 દેશોએ પ્રવાસ પર કર્યો પ્રતિબંધ

યુકેમાં આ સપ્તાહમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસની સંખ્યામાં 46 ટકા વધારો થયો છે.  કેસની સંખ્યા વધવા સાથે હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. દરમ્યાન કોરોના મહામારીને પ્રસરતી અટકાવવા માટે યુએઇ દ્વારા તેના નાગરિકો પર ભારત-પાકિસ્તાન સહિત 14 દેશોમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.આ દરમ્યાન ઓસ્ટ્રેલિયાએ પણ કમર્શિયલ પેસેન્જરોના આગમન પર 6000ની છૂટ હતી તેને પણ ઘટાડીને 3000 કરી નાંખી છે.

બીજી તરફ સૌથી વધારે રસીકરણ કરનારા દેશ સેશલ્સમાં મે મહિનામાં કોરોનાનો ચેપ ફરી પ્રસરવા માંડયો હતો.  જે ડેલ્ટા વેરિઅન્ટને કારણે ઘટવાના કોઇ સંકેત જણાતા નથી. રસી લીધા બાદ પર ડેલ્ટા વેરિઅન્ટના કેસમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીએ દાવો કર્યો હતો કે તેની કોરોના રસી ડેલ્ટા વેરિએન્ટ સામે આઠ મહિના પછી પણ અસરકારક જણાઇ છે.