Ahmedabad News/ CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં CP ઓફિસમાં મહત્વની બેઠક

પહેલગામ આતંકી હુમલાને લઈ બે દિવસની કાર્યવાહી બાદ પોલીસે 890 શંકાસ્પદોની અટકાયત કરી હતી. જેમાંથી 143 બાંગ્લાદેશી તરીકે ઓળખ થઈ છે. આજે ગેરકાયદેસર

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ પોલીસ કમિશ્નર ઓફિસે CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ડિમોલિશન કામગીરી અંગે મહત્વની બેઠક ચાલી રહી છે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ CP, અમદાવાદ કલેક્ટર અને અમદાવાદ મનપા કમિશ્નર બેઠકમાં હાજર રહ્યાં છે.

અમદાવાદ (Ahmedabad) ચંડોળા તળાવ ડિમોલિશન (Demolition) મામલે AMC વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે રજુઆત કરી હતી. વર્ષ 2021 અને 2023માં પત્ર લખી જાણ કરાઈ હતી. તેમજ લેન્ડ ગ્રેબિંગ (Land Grabbing)ની ફરિયાદ દાખલ કરવા પણ રજુઆત કરી હતી.

ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) ઘૂસણખોરોની અરજી ફગાવી છે, ગુજરાત સરકારને દબાણ હટાવવાની કામગીરી યથાવત રાખવાનો ચુકાદો આપ્યો છે. ચંડોળામાં ઓપરેશન ક્લિન અટકશે નહીં. હાઈકોર્ટે ડિમોલિશન (Demolition) મામલે સરકારને લીલી ઝંડી આપી છે.

DGP વિકાસ સહાય ચંડોળા તળાવ પહોંચ્યા છે, હાલ સ્થળનું નિરીક્ષણ કરી રહ્યાં છે. બીજી બાજુ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ ખાતે સર્કિટ હાઉસમાં ડિમોલિશન (Demolition) અંગે મહત્વની બેઠક હાથ ધરી છે. છેલ્લા 1 કલાકથી પોલીસ અને AMCના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યાં છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે કે કોંગ્રેસના સહાનુભૂતિ ધરાવતા લોકોની અરજી ફગાવાઈ છે, ઘૂસણખોરોને સુરક્ષિત રાખવાનો એજન્ડા નિષ્ફળ ગયો છે.

ચંડોળા તળાવ નજીક ગેરકાયદે વસાહતો તોડી પાડવાનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. 18 અરજદારોએ જણાવ્યું હતું કે કાયદાકીય નીતિઓ અને નિયમો વિરુદ્ધ તોડી પાડવામાં આવી રહ્યું છે. અહીં રહેતા લોકો બાંગ્લાદેશી છે તે સાબિત થયું નથી. પોલીસ અને વહીવટીતંત્ર મનસ્વી રીતે કાર્ય કરી શકે નહીં. ફોરેનર્સ ટ્રિબ્યુનલ એ નક્કી કરવું જોઈએ કે અહીં રહેતા લોકો ગેરકાયદેસર વિદેશી છે કે નહીં. હાઇકોર્ટમાં તાત્કાલિક સુનાવણીની માંગણી કરતી અરજી દાખલ કરવામાં આવી છે. આ કેસની સુનાવણી આજે સવારે 11 વાગ્યે થવાની શક્યતા છે.

અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ. મલિક સ્થળ પર પહોંચી કામગીરીનું નિરીક્ષણ  કરી રહ્યાં છે. 10 વાગ્યા સુધીમાં 2000 જેટલાં મકાનો-ઝૂંપડા જમીનદોસ્ત કરાયા છે, કુલ 5000 જેટલા ગેરકાયદેસર મકાનો-ઝૂંપડાનું દબાણ તંત્રએ દૂર કર્યુ છે.

શહેરનું સૌથી મોટું ચંડોળા તળાવ

આજે રાજ્યનું સૌથી મોટું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ નજીક વહીવટી તંત્ર અને અમદાવાદ પોલીસ સંયુક્ત રીતે ગેરકાયદેસર બાંધકામ ધ્વસ્ત કરવામાં આવી રહ્યું છે. ચંડોળા તળાવ ઈસનપુર, બહેરામપુરા, મણિનગર, દાણીલીમડા વિસ્તારમાં ફેલાયેલો છે.

પોલીસ છોટા ચંડોળા તળાવમાં ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, જે ઈસનપુરમાં આવેલું છે. જેને મિનિ બાંગ્લાદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં્ 500 મીટરના ભાગમાં લલ્લા બિહારીએ ચંડોળ તળાવ પર કબ્જો જમાની દીધો હતો. રોજ થોડી થોડી માટી નાખી પુરાણ કરી ગેરકાયદેસર મકાન અને ફાર્મ હાઉસ તેમજ ઝૂંપડાઓ બનાવી દીધા હતા. એક રીતે બાંગ્લાદેશીઓને સાચવવાનું કામ કરતો હતો. તળાવ ફતરે ગેરકાયદે પાર્કિંગના હપ્તા પણ ઉઘરાવતો હતો, લલ્લાના રહેઠાણ ઠેકાણેથી પાર્કિંગના પુરાવા પણ મળ્યા છે.

સ્ટે ન મુકવા સરકાર પણ હાઈકોર્ટમાં રજૂઆત કરશે. વર્ષ 2010માં સૌથી મોટું ‘ઓપરેશન ડિમોલિશન’ થયું હતું. ત્યારબાદ વર્ષ 2024 સુધીમાં 1.4 લાખ સ્ક્વેર મીટરમાં દબાણ થયું હતું. વર્ષ 2010માં ડિમોલિશન પર સ્ટે મૂકવામાં આવ્યો હતો. કાયદાકીય કાર્યવાહીને કારણે સ્ટે મૂકાયો હતો. હાઈકોર્ટના સ્ટે બાદ બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી વધી હતી.

ઘૂસણખોરો અને ગેરકાયદે વસાહતીઓ સામે સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મીની બાંગ્લાદેશ ચંડોળા તળાવ વિસ્તારમાં ‘બુલડોઝર સ્ટ્રાઈક’ કરવામાં આવી છે.  માથાભારે લલ્લુ બિહારીના 20 વર્ષની બાદશાહતનો આજે અંત આવશે. AMC દ્વારા સૌપ્રથમ મૂળ અજમેરના લલ્લુ બિહારીના આશિયાનાથી શરૂઆત કરી છે, લલ્લુ બિહારીના ફાર્મ હાઉસ પર AMCનો પહેલો હથોડો વાગ્યો છે. લલ્લુ બિહારીએ અનેક ગેરકાયદે બાંગ્લાદેશીઓને આપી પનાહ. ઘૂસણખોરોને આશ્રય આપનારે અહીં ફાર્મ હાઉસ પણ બનાવ્યું છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે બંગાળથી જ કેટલાક એજન્ટો લલ્લા બિહારીનું નામ આપતા હતા.

લલ્લુ બિહારી ઉર્ફે મહેબુબ પઠાણ ફાર્મ હાઉસમાં ખેતી કરતો હતો. રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, ગરદન, ગજીબો અને ફુવારા પણ બનાવ્યા હતા. અંદાજે 2 હજાર વાર જગ્યામાં બનાવ્યો ગેરકાયદે આશિયાના, 2019 CAA બબાલમાં લલ્લુએ પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસ અને તંત્ર એક્શનમાં આવતા જ લલ્લુ બિહારી ફરાર થઈ ગયો હતો. “ઓપરેશન ક્લીન” પર ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સીધી નજર છે. AMCના સાતેય ઝોનના એસ્ટેટ અધિકારીઓ એક જ સ્થળે હાજર રહ્યાં છે. ઈજનેર, હેલ્થ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓ હાજર છે, બે હજારથી વધુ પોલીસ જવાનોનો સશસ્ત્ર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચ, SOG, SRP સહિતની એજન્સીઓ સ્થળ પર પહોંચી છે. ક્રાઈમ બ્રાંચના DCP અજીત રાજીયન ચંડોળા તળાવ પહોંચ્યા છે. JCP શરદ સિંઘલ પણ ઓપરેશન ક્લિનમાં પહોંચ્યા છે. લલ્લુ બિહારીની મોંઘીદાટ કાર પોલીસે કબજે કરી છે.

અમદાવાદ (Ahmedabad)માં શાહઆલમ (Shahalam) નજીક ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ (Illegal migrants)ના વસવાટ પર આજે અમદાવાદ પોલીસ બુલડોઝર (Bulldozer) ફેરવાયું છે. 2000 લોકલ પોલીસ અને 15 કંપની SRPની ડિમોલિશનની કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસે લોકોના ઘરોને તોડવાની કામગીરી શરૂ કરી દીધી છે. લોકો પોતાના ઘરો ખાલી કરી રહ્યાં છે.

પહેલગામ આતંકી હુમલા (Pahalgam Terrorist Attack)ને લઈ બે દિવસની કાર્યવાહી બાદ પોલીસે 890 શંકાસ્પદોની અટકાયત કરી હતી. જેમાંથી 143 બાંગ્લાદેશી તરીકે ઓળખ થઈ છે. આજે ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાની તૈયારીઓ કરવામાં આવી છે. મોડી રાતથી ચંડોળા તળાવ પાસે બુલડોઝર અને ટ્રકો તૈનાત કરવામાં આવ્યા હતા. ગઈકાલ રાત્રે AMC અધિકારીઓ અને શહેર પોલીસ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલમાં પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG, સાયબર ક્રાઈમ, SRP સહિતની ઘણી ટીમો તૈનાત છે. ડિમોલિશન (Demolition)નું કામ થોડીવારમાં શરૂ થશે. સાતેય ઝોનનાં એસ્ટેટ અધિકારીઓ હાજર રહ્યાં છે. ગઈકાલે ઘરોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા.

ગઈકાલે અમદાવાદ (Ahmedabad)ના ચંડોળા તળાવ (Chandola lake) વિસ્તારમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ (Illegal immigrants)ની ધરપકડ બાદ પોલીસ કાર્યવાહી પણ આવી હતી. ચંડોળા તળાવ પાસે રહેતા બાંગ્લાદેશીઓનાં ઘરોમાં ગેરકાયદેસર વીજ જોડાણો કાપવાનું કામ કરવામાં આવ્યું ગતું. સ્થાનિક પોલીસની મદદથી ટોરેન્ટ પાવરની ટીમ ગેરકાયદેસર વીજ જોડાણો કાપવા પહોંચી હતી. વ્યક્તિગત બાંગ્લાદેશીઓના ઘરોના ગેરકાયદેસર વીજ જોડાણો (Electricity connection) કાપી નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હર્ષ સંઘવીએ પાકિસ્તાનીઓને ગુજરાત છોડવાની ડેડલાઇન આપી,જાણો ક્યારે છોડવું પડશે

આ પણ વાંચો:ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને વતન પરત ફરવું પડશે, સરકારે આપ્યા આદેશ

આ પણ વાંચો:દ્વારકામાં હનુમાન મંદિરનું પુન:સ્થાપન, ડિમોલિશન થતાં મંદિર મળી આવ્યું