રાજકીય/ ભાજપે ભારત જોડો યાત્રા પર કર્યા પ્રહાર,રાહુલ ‘ભારત છોડો’ યાત્રા માટે પ્રખ્યાત છે!

રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. બંને પક્ષોના નેતાઓ એકબીજાના પક્ષ પર કટાક્ષભર્યા શબ્દો છોડી રહ્યા છે

Top Stories India

રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. બંને પક્ષોના નેતાઓ એકબીજાના પક્ષ પર કટાક્ષભર્યા શબ્દો છોડી રહ્યા છે. આ ક્રમમાં તમિલનાડુના બીજેપી ચીફ અન્નામલાઈએ ટોણો માર્યો છે કે રાહુલ ગાંધી ‘ભારત જોડો’ યાત્રા માટે નહીં પણ ‘છોડો યાત્રા’ માટે પ્રખ્યાત છે.

 કોંગ્રેસે પણ આ મામલે  પલટવાર કર્યો અને સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન આરએસએસની ભૂમિકાની યાદ અપાવી. કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે કહ્યું કે ભાજપ સાચું જ કહે છે કે ‘ભારત છોડો આંદોલન’નું નેતૃત્વ મહાત્મા ગાંધીએ કર્યું હતું જેમાં સંઘીઓ (RSS)એ ક્યારેય ભાગ લીધો ન હતો. હાલમાં આપણા રાહુલ ગાંધી બુધવારથી ભારત જોડો યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી યોજાવા જઈ રહી છે. આ 3500 કિમીની યાત્રા 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેશે. રાહુલ ગાંધી પોતે બુધવારે તામિલનાડુથી પાંચ મહિનાની આ પદયાત્રાની શરૂઆત કરશે. આ યાત્રા બે તબક્કામાં થશે. જેમાં રાજ્યના 100-100 લોકો સામેલ થશે.રાહુલ ગાંધી તમિલનાડુ પહોંચી ગયા છે. પહેલા તે શ્રીપેરમ્બદુર પહોંચ્યા છે. અહીં તેમના પિતા રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ અહીં સમાધિ સ્થળની સામે બેસીને પ્રાર્થના કરી હતી. તેમની સાથે કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર પણ જોવા મળ્યા હતા. રાજીવ ગાંધી અહીં 1991માં શહીદ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી ત્યાં પહેલીવાર પહોંચ્યા છે.