Mahesana News/ મહેસાણાના વડનગરમાં ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું, ત્રણની ધરપકડ

મહેસાણાના વડનગર વિસ્તારમાં વધુ એક ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે. વડનગરના શાહપુર વિસ્તારમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું.

Gujarat Others Breaking News

Mahesana News: મહેસાણાના વડનગર વિસ્તારમાં વધુ એક ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે. વડનગરના શાહપુર વિસ્તારમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું. સ્ટોક માર્કેટના લાઇસન્સ વગર જ શેરબજારનો ધંધો ચાલતો હતો. લોકોને વધારે રૂપિયા કમાવી આપવાની લાલચમાં ટિપ્સમી લાલચ આપતા હતા.

શ્યામ સ્ટોક એડવાઇઝરીની ખોટી ઓળખથી ધંધો ચાલતો હતો. મુંબઈના વાશીમાં રહેતા ઇસમને આ ટોળકીએ છેતરતા તેઓ રંગે હાથ ઝડપાયા હતા. લોકોને ફસાવવા ડબ્બા ટ્રેડિંગ કરતાં ત્રણ ઝડપાયા હતા અને ચાર ફરાર થઈ ગયા છે. આરોપીઓ પાસેથી 11 મોબાઇલ અને 8 સીમ સાથે જપ્ત કરવામાં આવ્યા છે. વડનગર પોલીસે બધા આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ મહેસાણામાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ  ઝડપાયું હતું. તે વખતે વિસનગર અને ખેરાલુમાંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું હતું. આમ શેરબજારનું રેકેટ ગેરકાયદેસર ચાલી રહ્યુ છે. મોબાઇલો સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બે જુદા-જુદા ગુનામાં 13 લોકો સામે ફરિયાદ થઈ છે. પોલીસે આ કેસમાં ત્રણની ધરપકડ કરી હતી અને 10 ફરાર છે.

આમ મહેસાણા જિલ્લામાં શેરબજારનું ડબ્બા ટ્રેડિંગધ થતું નથી. વિસનગરની દેવભૂમિ સોસાયટીના મકાન નંબર 9 માંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે. આ ઉપરાંત ખેરાલુ મલારપુરા ગામની સીમમાં આ ટ્રેડિંગ ઝડપાયું છે. મહેસાણા જિલ્લાને હચમચાવી મુકનાર ડબ્બા ટ્રેડિંગ મામલે ગૃહ વિભાગના નિર્દેશ બાદ ગાંધીનગર રેન્જ આઈ જી દ્વારા એસ આઈ ટી ની રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં વડનગર, ખેરાલુ, સતલાસણા ડબ્બા ટ્રેડિંગનું એપી સેન્ટર છે.છેલ્લા બે વર્ષમાં ઉત્તર પ્રદેશ,હરિયાણા,રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યના શેર બજારના રોકાણકારોને ટાર્ગેટ કરી કરોડોની ઠગાઈ થઈ હોવાના આ કૌભાંડમાં હવે ચોંકાવનારા ખુલાસા થયા છે.

સિટે આ મામલે છેલ્લા 10 દિવસમાં 45 આરોપીને ઝડપ્યા છે.વડનગર,વિસનગર,ખેરાલુમાં અને સતલાસણા તાલુકામાં બેરોજગાર યુવાનોને ટાર્ગેટ કરી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવી ઠગાઈ આચરવાનું આ કૌભાંડ કોઈ ફિલ્મી કહાનીની કમ નથી. બેરોજગાર યુવાનોને ટાર્ગેટ કરી ખુલ્લા ખેતરોમાં ચાલતા કોલ સેન્ટરો દ્વારા ઠગાઈનો આંક 100 કરોડ કરતા પણ વધુ હોવાનો પણ પોલીસ દ્વારા અંદાજ મુકવામાં આવ્યો છે.શેર બજારમાં રોકાણકારોનું લિસ્ટ મેળવી કોઈ પ્રોફેશનલ એડવાઇઝ આપે તે રીતે વિશ્વાસમાં લઈ કરોડો રૂપિયા સેરવી લેવાના આ કૌભાંડમાં નીત નવા ખુલાસા હવે થઈ રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વિસનગરના ખદલપુર ગામે ડબ્બા ટ્રેડિંગનું ગેરકાયદે નેટવર્ક ઝડપાયું, ત્રણની ધરપકડ, ત્રણ ફરાર

આ પણ વાંચો: મહેસાણામાં વધુ એક શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું

આ પણ વાંચો: મહેસાણામાં ફરી પાછું ઝડપાયું ડબ્બા ટ્રેડિંગ, ત્રણની ધરપકડ 10 ફરાર