Surat News : સુરતમાં ATS એ ખાનગી એક્સચેન્જ ઝડપી લીધું હતું. જેમાં વિદેશી કોલને લોકલમાં ડાયવર્ટ કરવામાં આવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ખાનગી એક્સચેન્જ અડાજણ અને વેસુમાંથી ઝડપાયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. આમ ATS દ્વારા મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આરોપીઓ ખાનગી એક્સચેન્જ ચલાવીનેકેન્દ્રના ટેલીકોમ વિભાગની તિજોરીને ચુનો ચોપડતા હતા.
આ શખ્સો અડાજણના જોયોઝ હબમાં કોલ ડાયવર્ટ કરતા હતા. જેમાં તેઓ જીઓની 500 લાઈન લઈને કોલ ડાયવર્ટ કરતા હતા. વેસુની એક્ષ્યુલ્ટ શોપર્સમાં લાઈન એક્ટિવેટ કરાવી ખેલ કરાતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ દરોડામાં સુરતની SOG પણ જોડાઈ હતી.
ગેમિંગ અને ગેમ્બલિંગ એપ્લીકેશન માટે પણ આવી લાઈનનો ઉપયોગ થતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં CBI ના અધિકારીની ઓળખ આપીને યુવક સાથે 2.92 લાખની છેતરપિંડી
આ પણ વાંચો: સ્ત્રી શક્તિ યોજના હેઠળ લોન કૌભાંડમાં અમદાવાદના દંપતીએ રૂ. 2.24 લાખની છેતરપિંડી કરી
આ પણ વાંચો: અમદાવાદમાં ચાલતા કેનેડા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ, અનેક લોકો સાથે છેતરપિંડી
