Ahmedabad News : અમદાવાદના નારણપુરામાં રહેતા એક યુવકને CBI ના અધિકારીની ઓળખ આપીને તેની સાથે રૂ.2,92,440 ની છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
આ બનાવની વિગત મુજબ નારણપુરામાં મીરામ્બીકા સ્કૂલ પાસે બંસીધર એપાર્ટમેન્ટમાં રહેતા જૈનમ બિપીનભાઈ શાહ(25) ને 30.11.2024 થી 2.12.2024 દરમિયાન કોઈ મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો.
આ શખ્સે ઈન્ટરનેટના માધ્યમથી વિડીયો કોલ કરીને જૈનમ શાહને ખોટા દસ્તાવેજો બતાવીને તેમજ સીબીઆઈના અધિકારીની ઓળખ આપી હતી. બાદમાં આ શખ્સે જૈનમ શાહને ગેરકાયદે પ્રવૃતિના ખોટા કેસમાં ફસાવી દેવાનું દબાણ કર્યું હતું. બાદમાં આ શખ્સે જૈનમ શાહના બેન્ક ખાતામાં રહેલા નાણાં તપાસના કામે સીઝ કરવાના છે, એમ કહ્યું હતું. બાદમાં આ શખ્સે પોતાના ખાતામાં રૂપિયા 2,92,440 ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરી હતી.
આ અંગે જૈનમ શાહે નાપણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: આઇફોન યુઝર્સ ફરી જોખમમાં, Appleનું એલર્ટ – પેગાસસ જેવા નવા સ્પાયવેર હુમલો કરી શકે છે
આ પણ વાંચો: પેગાસસ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, ન્યૂયોર્ક ટાઇમ્સના સમાચારના આધારે FIR નોંધવા અરજી
આ પણ વાંચો: મમતા બેનર્જીએ પેગાસસ વિશે કર્યો ખુલાસો,25 કરોડમાં ખરીદવાની ‘ઓફર’ મળી હતી
