Not Set/ વડોદરા/ ગુડ્સ ટ્રેનનું વેગન ખડી પડતા ટ્રેન વ્યવહારને ભારે માઠી અસર

ફરી એક વાર રેલવેની બેદરકારી સામે આવી છે. અને આ બેદરકારીને કારણે મોટી ખાનખરાબી થઇ શકતી હતી, જો કે આ દુર્ધટના મુસાફર ટ્રેનની જગ્યાએ ગુડ્સ ટ્રેન સાથે ઘટના જાનહાની તો ટળી છે. પરંતુ રેલવે વ્યાવહારને ખરાબ અસરો પહોંચી છે. વાત જાણે એમ છે કે, વડોદરાના સમલાયા અને પીપોલ ગામ વચ્ચે રેલવે ટ્રેક પરથી સવારે 9:19 […]

Gujarat Others

ફરી એક વાર રેલવેની બેદરકારી સામે આવી છે. અને આ બેદરકારીને કારણે મોટી ખાનખરાબી થઇ શકતી હતી, જો કે આ દુર્ધટના મુસાફર ટ્રેનની જગ્યાએ ગુડ્સ ટ્રેન સાથે ઘટના જાનહાની તો ટળી છે. પરંતુ રેલવે વ્યાવહારને ખરાબ અસરો પહોંચી છે.

વાત જાણે એમ છે કે, વડોદરાના સમલાયા અને પીપોલ ગામ વચ્ચે રેલવે ટ્રેક પરથી સવારે 9:19 વાગ્યે ગુડ્સ ટ્રેનનું એક વેગન પાટા પરથી ખડી પડ્યું હતું. અચાનક ચાલતી ગુડ્સ ટ્રેનનું એક વેગન પાટા પરથી ખડી પડતા ટ્રેન વ્યવહારને ભારે અસર પહોંચી હતી. આ બનાવને લઇને વલસાડ-દાહોદ ઇન્ટરસિટી એક્સપ્રેસ અને વડોદરા-ગોધરા વચ્ચેની મેમુ ટ્રેન પણ રદ્દ કરવામાં આવી છે.

ઘટનાની જાણ થતાં રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને રેલવે વ્યવહારને પૂર્વરત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. મહત્વનું છે કે, ગુડ્સ ટ્રેનનું વેગન પાટા પરથી ખડી પડતા વડોદરાથી દાહોદ અને ગોધરા અપડાઉન કરતા મુસાફરો અટવાઇ ગયા હતા. ટ્રેન રદ્દ કરવામાં આવતા વડોદરા અને ગોધરા ખાતે રિફંડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતાં.  અને રેલવે સ્ટેશનો પર ખોરાક અને પાણીનો પુરતો પુરવઠો રાખવા માટે સૂચના આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન