અરવલ્લીનાં ભિલોડા તાકુલાનાં મોહનપુર પાસે દારૂડિયા કારચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. દારૂડિયા કારચાલક દ્રારા દારુ ઢીંચીને ભિલોડાના મોહનપુર પાસે કાર-બાઈક વચ્ચે અકસ્માત સર્જવામાં આવતા બાઈક પર સવાર 2 યુવાનોને અડફેટે લીધા હતા. બાઈક પર સવાર 2 યુવાનો અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ઘાયલોને સારવાર માટે કોટેઝ હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે કારમાંથી વિદેશી દારૂની બોટલો પણ ઝડપાઇ છે.
રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર એક તરફ બાઇક કે ટુ વ્હિલર વાહન ચાલકોનાં જીવ બચાવવા માટે હેલમેટ ડ્રાઇવ યોજી રહી છે અને બીજી તરફ આવા બેકાબુ અને દારુ ઢીંચેલા તત્વો દ્વારા લોકોને અડફેટે લઇ યા તો મોતને શરણે પહોંચાડી દેવામાં આવે છે, યા તો ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી હોસ્પિટલનાં બીછોને…
અકસ્માતનો આ બનાવ સામે આવતા લોકો પૂછી રહ્યા છે કે, સરકાર અને પોલીસ તંત્ર દારુબંધીની ડ્રાઇવ ગોઠવશે કદી ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
