Girsomnath News/ ‘પત્ની ભાગી ગઈ તોય સાચવી, હવે 2 લાખ માંગે છે..’ સાસરિયાના ત્રાસથી યુવકનો આપઘાત

Gir Somnath: ગીર ગઢડાના નવા ઉગલા ગામના ગોપાલ સોંદરવાએ પત્ની અને સાસરિયાના ત્રાસથી વીડિયો બનાવી આપઘાત કર્યો. છૂટાછેડા માટે 2 લાખ માંગતા હોવાનો આક્ષેપ.

Gujarat Top Stories Others
Gir Somnath

Gir Somnath Youth Suicide: Gir Somnath જિલ્લાના ગીર ગઢડા તાલુકાના નવા ઉગલા ગામમાં એક યુવકે પત્ની અને સાસરિયાના માનસિક ત્રાસથી કંટાળીને મોતને વ્હાલું કર્યું છે. આપઘાત કરતા પહેલા યુવકે સોશિયલ મીડિયા પર રડતા રડતા એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે સાસરિયાઓ દ્વારા કરવામાં આવતા અત્યાચાર અને પૈસાની ઉઘરાણીની ચોંકાવનારી વિગતો જાહેર કરી છે.

 લગ્નના 11 મહિનામાં જ સુખના સપના રોળાયા

મૃતક ગોપાલ સોંદરવાના લગ્ન માત્ર 11 મહિના પહેલા જ વિસાવદરના વેકરીયા ગામની રૂપલ નામની યુવતી સાથે થયા હતા. ગોપાલના આ બીજા લગ્ન હતા, પરંતુ લગ્ન બાદ ટૂંક સમયમાં જ દંપતી વચ્ચે અણબનાવ શરૂ થયો હતો. પત્ની રૂપલ પિયર જતી રહી હતી અને ગોપાલ પર ભરણપોષણનો કેસ કર્યો હતો.

Gir Somnath

Gir Somnath: વીડિયોમાં રડતા રડતા કહી આપવીતી

ગોપાલે ઝેરી દવા પીતા પહેલા બનાવેલા વીડિયોમાં ગંભીર આક્ષેપો કર્યા છે કે, તેની પત્ની બીજા સાથે ભાગી ગઈ હોવા છતાં તેણે તેને સ્વીકારી હતી, પરંતુ હવે તેના સાસરિયાઓ છૂટાછેડાના બદલામાં તેની પાસે 2 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા છે જે આપવા તે અસમર્થ છે. આ વીડિયોમાં તેણે પત્ની રૂપલ, સસરા મનસુખ પરમાર, સાળા અને વકીલ પર અત્યાચારનો આરોપ લગાવી તેમને પોતાના મોત માટે જવાબદાર ઠેરવ્યા છે.

પિતાને ફોન કરી માફી માંગી

વીડિયો બનાવ્યા બાદ ગોપાલે અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. ત્યારબાદ તેણે તુલસીશ્યામ ખાતે મજૂરી કરતા તેના પિતાને ફોન કરીને માફી માંગી હતી. પિતા ઉતાવળે ઘરે પહોંચ્યા અને ગોપાલને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

Gir Somnath

પોલીસ કાર્યવાહી અને પરિવારની માંગ

ગીર ગઢડા પોલીસે હાલ અકસ્માતે મોત (A.D.) નો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતકના પિતા ધનાભાઈએ આક્ષેપ કર્યો છે કે તેના પુત્રના મોત પાછળ સાસરિયાઓનો ત્રાસ જ જવાબદાર છે અને તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. અંતિમ સંસ્કાર બાદ પરિવાર વિધિવત ફરિયાદ નોંધાવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરત: ઓલપાડના નાયબ મામલતદારે કર્યો આપઘાત

આ પણ વાંચો: સુરતના વરાછામાં વિદ્યાર્થિનીનો સુસાઇડ નોટ લખી આપઘાત

આ પણ વાંચો:સુરતમાં વધુ એક ડોક્ટરે કર્યો આપઘાત, 9માં માળેથી નીચે ઝંપલાવ્યું