Gujarat News/ ભત્રીજીને રાજકોટ લઈ જઈને ફૂઆએ દુષ્કર્મ આચર્યું, ગર્ભ રહી જતા ફૂટ્યો ભાંડો, સાવરકુંડલામાં વિદ્યાર્થીની સાથે શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

સાવરકુંડલામાંથી શિક્ષણજગતને લાંછન લગાવતી ઘટના સામે આવી

Top Stories Gujarat Breaking News

Gujarat News : ગુજરાતમાં બે અલગ અલગ બનાવમાં દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યની ઘટનાઓ સામે આવી છે. જેમાં નડિયાદની એક સગીરાને તેના જ ફૂઆએ રાજકોટ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ગર્ભવતી બનતા અંતે ભાંડો ફૂટ્યો હતો. જ્યારે સાવરકુંડલામાં શિક્ષણજગતને લાંછન લગાવતી ઘટનામાં શિક્ષકે એક એક વિદ્યાર્થીને રૂમમાં બોલાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યું  આચરચા તકચાર મચી છે.

નડિયાદમાં બનેલા પ્રથમ બનાવની વિગત મુજબ ફુઆ-ભત્રીજીના સંબંધને લજવાતો કિસ્સો બહાર આવ્યો છે. શહેરમાં એક વિસ્તારમાં રહેતી સગીરાને તેના પિતા સમાન સગા ફુઆએ જ હવસનો શિકાર બનાવી હતી. ફુઆએ ભત્રીજીને રાજકોટ લઇ જઈ તેની સાથે શરીરસંબંધ બાંધ્યો હતો. દરમિયાન સગીરાને ગર્ભ રહી ગયો હતો, જેને પગલે આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

બનાવ સંદર્ભે સગીરાનાં પરિવારજનોએ સગીરાની પૂછપરછ કરતાં સમગ્ર કૃત્ય ફુઆએ જ કર્યું હોવાનું જણાવ્યું હતું, જોનો પગલે સગીરાના માતાપિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. હાલ આ સમગ્ર મામલે પરિવારજનોએ ગત મોડીરાત્રે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ દાખલ કરાવી છે. બીજી બાજુ પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. આ કૃત્ય આચરનાર શખસ પોતે પાંચ સંતાનનો પિતા હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું છે.આ બનાવ મામલે નડિયાદ ટાઉન પીઆઇ એમ.બી. ભરવાડે જણાવ્યું હતું કે આ શ્રમિક પરિવાર છે, રોજેરોજ મજૂરી કરી ગુજરાન ચલાવે છે.

મજૂરી દરમિયાન સગીરાને રાજકોટ ખાતે તેના ફુઆએ દુષ્કર્મ આચર્યું છે, જોકે સગીરાને ગર્ભ રહી ગયો હોવાથી મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બીજી બાજુ આ સમગ્ર ઘટના રાજકોટમાં બની હોવાથી આ ફરિયાદ ઝીરો નંબરથી અમે ત્યાં ટ્રાન્સફર કરી છે.

અન્ય બનાવની વિગત મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં શિક્ષણજગતમાં હચમચાવી નાખતી ઘટના બની છે. સાવરકુંડલાના વંડા પોલીસ સ્ટેશનમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ મુજબ વંડા વિસ્તારમાં એક ખાનગી શાળા અને હોસ્ટેલ આવેલી છે. અહીં વિશાલ સાવલિયા નામનો શખ્સ હોસ્ટેલમાં વોર્ડન તરીકે તેમજ રમતગમત અને જનરલ વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જે હોસ્ટેલની સામેના રૂમમાં જ રહે છે.

આ શિક્ષકે ત્યાં હોસ્ટેલમાં રહેલા વિદ્યાર્થીને તેના રૂમમાં બોલાવ્યો હતો. એ બાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ ઘટના 5 તારીખે બની હતી, જોકે ત્યાર બાદ વિદ્યાર્થીને પાછળના ભાગે દુખાવો થયો હતો. આ દરમિયાન વિદ્યાર્થીનો પરિવાર હોસ્ટેલમાં નાસ્તો દેવા આવ્યો ત્યારે વિદ્યાર્થીને તાવ આવતો હોવાથી પરિવાર તેને ઘરે લઈ જઈ રહ્યો હતો. આ સમયે વિદ્યાર્થીએ તેના પરિવારને જણાવ્યું કે મારા સાહેબ મારી સાથે ગંદું કામ કરી રહ્યા છે. એ સાંભળી પરિવારના સભ્યો વંડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને ઘટનાની ગંભીરતા સમજી વંડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

શિક્ષક વિશાલ સાવલિયા ગોંડલ વિસ્તારનો હોવાથી પોલીસે તેને રાઉન્ડઅપ કર્યો છે અને હાલ પૂછપરછ ચાલી રહી છે. ધરપકડ કરવા માટેની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.સાવરકુંડલાના ASP વલય વૈદ્યે જણાવ્યું હતું કે વંડા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં એક પ્રાઇવેટ સ્કૂલ આવેલી છે, જ્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર તેના જ એક શિક્ષક વિશાલ સાવલિયા દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું.

આ અંગે વંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બીએનએસની કલમ 115, 2 પોક્સો કલમ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ અને એટ્રોસિટીની કલમ મુજબ ફરિયાદ દાખલ થઈ છે. હાલ ડી.વાય.એસ.પી. નયના ગોરડિયા તપાસ ચલાવી રહ્યાં છે. તમામ પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા ચાલુ છે. આરોપી શિક્ષક વિશાલ સાવલિયાની અટકાયત કરવામાં આવી છે તેમજ તેની હાલ પૂછપરછ ચાલી રહી છે.

એસપી સંજય ખરાતે જણાવ્યું હતું કે 12 વર્ષના કિશોર સાથે હોસ્ટેલના વોર્ડન અને શિક્ષક તરીકે ફરજ બજાવતા વિશાલ સાવરિયાએ દુષ્કર્મ આચર્યું હતું અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિશાલે આ વિદ્યાર્થી પર અગાઉ પણ દુષ્કર્મ અને સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. તેમજ કોઈને ન કહે નહીં એ માટે બાળકને ધાકધમકી આપી હતી. આરોપીનું નામ વિશાલ સાવરિયા છે અને તે મૂળ રાજકોટના ગોંડલનો રહેવાસી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટમાં ત્યક્તા પર દુષ્કર્મઃ ભૂતપૂર્વ એસઓજી જવાન પર આરોપ

આ પણ વાંચો: રાજકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મથી ચકચાર

આ પણ વાંચો: રાજકોટના જસદણમાં દુષ્કર્મની ફરિયાદ