Surat News: સુરતમાં (SURAT) વરાછા વિસ્તારના એ. કે. રોડ (A.K.ROAD)પર આવેલા રતનજી પાર્કમાં રહેતી વિધ્યાર્થીનીએ(STUDENT) આપઘાત ( SUICIDE)કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વિધ્યાર્થીની ધોરણ 12 કોમર્સમાં (12TH COMMERCE) અભ્યાસ કરતી હતી. વિધ્યાર્થીનીએ ફૂલપાડા ખાતે રેલવે બ્રિજ પરથી તાપી નદીમાં પડતું મૂકી જંપલાવ્યું. માતા અને પિતા બંને ઘર છોડીને જતાં રાહવાને કારણે દિકરીએ કંટાળીને આ પગલું ભર્યું હોય તેવું અનુમાન છે .
આ અંગે મળતી માહિતી અનુસાર શૈલેષભાઈ મનાણી મૂળ ગીર સોમનાથ જિલ્લાના છે વતની અને કે જેઓ હાલ વરાછા રહે છે . તેઓ હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. તેમને 2 સંતાન છે , એક પુત્રી દ્રષ્ટિ કે જે 16 વર્ષની છે અને તેણીએ આપઘાત કર્યો છે . એક પુત્ર છે ધ્રિવીન. શૈલેષભાઈ મનાણીની પત્ની તેમને છોડીને ચાલી ગઈ છે.
ધો.12ની વિદ્યાર્થિનીનો સુસાઇડ નોટ લખી આપઘાત
દ્રષ્ટિ અશ્વિનીકુમાર સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી. દ્રષ્ટિએ 15 ડિસેમ્બરને સોમવારના બપોરેના સમયે દરમિયાન ફૂલપાડા ખાતે રેલવે બ્રિજ પરથી તાપી નદીમાં જંપલાવ્યું હતું. સ્થાનિક માછીમારો દ્વારા દ્રષ્ટિને બહાર કાઢવામાં આવી. માછીમારો દ્વારા 108ને જાણ કરવામાં આવી. હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કરી. આ બનાવ અંગે વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુસાઇડ નોટમાં લખ્યું – હું તાપી નદીમાં ઠેકડો મારું છું

ગયા બુધવારે દ્રષ્ટિ સ્કૂલમાંથી પ્રવાસ ગઈ હતી અને 4-5 દિવસ પછી રવિવારે પરત ફરી હતી. જ્યારે તેણી ઘરે આવ્યા ત્યારે તેણીના પિતા લાપતા હતા. અને આ બાબતે સોમવારે વરાછા પોલીસને ગુમ થવા અંગે પણ જાણ કરવામાં આવી હતી.
પિતા ગુમ અને દીકરીએ આપઘત કરી લેતા શોકનો માહોલ
માતા પિતા બંને છોડીને ગયા હોવાથી દ્રષ્ટિ પણ બપોરે તાપી નદીમાં આપઘાત કરવા નીકળી ગઈ. જો કે ભાઈએ બેનનો પીછો કર્યો તો બેને ભાઈની નજર સામે તાપીમાં કૂદકો માર્યો. ભાઈએ પરિવારને જાણ કરી પણ ત્યાં સુધી તો દ્રષ્ટિનો જીવ પણ નીકળી ગયો હતો.
આ પણ વાંચો: સુરતના ગોડાદરામાં ડબલ મર્ડર: મુખ્ય આરોપી કુખ્યાત બુટલેગર ‘શિવા ટકલા’ હજી ફરાર
આ પણ વાંચો: સુરત SOG પોલીસના ગોગો પેપરનું વેચાણ કરનારાઓને ત્યાં દરોડા
આ પણ વાંચો: બેરોજગારી,બીમારીથી કંટાળી સુરતમાં રત્ન કલાકારે ટેરેસ પરથી પડતું મૂક્યું
