હાઇકોર્ટનાં ફી વધારા મામલે આવેલા ચૂકાદા અંગે ભૂપેન્દ્રસિંહે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસને જવાબ મળી ગયો છે. આ હાઇકોર્ટનાં ચૂકાદાને આવકારતાં તેમણે કહ્યું કે, હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. હવે સંચાલકોની દાદાગીરી નહીં ચાલે. વધુમાં તેમણે કહ્યું કે, શિક્ષણ વિભાગની આ મોટી જીત છે. રાજ્ય સરકાર શરમ રાખ્યા વગર કાર્ય કરશે. આ સરકાર હંમેશા પ્રજાનાં હિતમાં કાર્ય કરશે.
