Ahmedabad News: અમદાવાદ શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જ રહી છે. ખાસ કરીને પોશ એરિયા જેવા કે પાલડી અને તેના આસપાસના માર્ગોએ છેલ્લા કેટલાક મહિનામાં અનેક અકસ્માતના બનાવ બન્યા છે. ગુરુવારે સાંજે પાલડીના વિશ્વકુંજ ચાર રસ્તા નજીક વધુ એક ગંભીર અકસ્માત બન્યો હતો, જેમાં થાર કાર ચાલકે બેદરકારીપૂર્વક ઝડપે વાહન હંકારી એક્ટિવા ચાલક દંપતીને જોરદાર અડફેટમાં લીધા હતાં. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા પર પાછળ બેસેલી મહિલા રસ્તા પર ફંગોળાઈ પડી હતી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની હતી.
[fvplayer id=”258″]પીક અવર્સમાં પુરજોશે વાહન ચલાવવું
પ્રારંભિક માહિતી અનુસાર, ઘટના સાંજે પીક અવર્સ (Peak hours)દરમિયાન બની હોવાથી માર્ગ પર ટ્રાફિકનું પ્રમાણ વધારે હતું. આ દરમિયાન એક બ્લેક કલરની થાર કાર વિશ્વકુંજ ચાર રસ્તા તરફથી પૂરજોશમાં આવી હતી. સોસાયટી અને દુકાનોની વચ્ચેના સંકુચિત માર્ગમાં થાર કાર ચાલકે ઝડપ ઓછું ન કરતાં સામે જઈ રહેલી એક્ટિવા પર સવાર દંપતી સીધા જ તેની ઝપેટમાં આવી ગયા. આ ઘટનાથી ઉશ્કેરાયેલ લોકોએ કાર પર પથ્થરમારો પણ કર્યો હતો.
ઇમરજન્સી સારવાર માટે VS હોસ્પિટલમાં દાખલ
ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા રોડ પર ફંગોડાઈ ગઈ અને દંપતીને ભારે ઇજાઓ આવી હતી. પાછળ બેસેલી મહિલાને માથા અને કમરના ભાગે ગંભીર ઇજાઓ થવાના સમાચાર મળ્યા છે. આસપાસના લોકો તરત જ દોડી આવ્યા અને ઇજાગ્રસ્તોને સહાય કરી. મહિલાની હાલત અત્યંત નાજુક દેખાતા તાત્કાલિક 108 ની મદદથી તેને ઇમરજન્સી સારવાર માટે VS હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
[fvplayer id=”259″]સ્થાનિક ધારાસભ્ય હોસ્પિટલ પહોંચ્યા
ઘટનાની જાણ થતાં જ પાલડી વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય તરત જ હોસ્પિટલમાં પહોંચ્યા અને ઈજાગ્રસ્તના કુટુંબીજનો સાથે વાત કરી. તેમજ પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપી. તેઓએ જણાવ્યું કે પાલડી વિસ્તારમાં દિવસેને દિવસે વધતી હિટ એન્ડ રનની ઘટનાઓ સામે પોલીસે વધુ સજાગ બની કડક પેટ્રોલિંગ શરૂ કરવું જરૂરી બન્યું છે.
પાલડી પોલીસ સ્ટેસનમાં FIR
પાલડી પોલીસને ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી. થાર કાર ચાલકને લોકોની દ્વારા ઘટનાસ્થળ પર જ પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસએ એને તાત્કાલિક કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક માહિતીમાં આ કાર ચાલકે વધુ ઝડપે તથા બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કર્યું હતું. પોલીસ હવે આસપાસના CCTV ફૂટેજ મેળવી અકસ્માતની હકીકત બહાર લાવવાની તપાસ કરી રહી છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે પાલડીના વિશ્વકુંજ ચાર રસ્તા વિસ્તારને ટ્રાફિક બ્લેકસ્પોટ કહેવામાં આવે છે. અહીં સતત વાહન ઝડપે હકાવતા અકસ્માતો થવાનું પ્રમાણ વધી રહ્યું છે. ઇલેક્ટ્રિક બાઇક, થ્રી વ્હીલર, તેમજ લોકોને ઉભા રહેવા માટે પૂરતું સ્થાન ન હોવાથી અકસ્માતોની શક્યતાઓ વધુ રહે છે. લોકોની માંગ છે કે અહીં સ્પીડ બ્રેકર, સિગ્નલિંગ સિસ્ટમ અને ટ્રાફિક પોલીસની તાત્કાલિક વધારાની ફરજ મુકવામાં આવે.
આ પણ વાંચો:અમદાવાદના પાલડીમાં ધોળે દહાડે 15 લાખની લૂંટને પગલે ચકચાર, પોલીસ દોડતી થઈ
આ પણ વાંચો:પાલડીમાં પત્નીની હત્યા કરનારા પતિને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી લીધો
આ પણ વાંચો: પાલડીમાં ઘરનોકર રોકડ રકમ મળીને 26.90 લાખની માલમત્તા ચોરી ગયો
