Not Set/ મગફળી કૌભાંડ મામલે કૃષિ મંત્રીની પત્રકાર પરિષદ, પરેશ ધાનાણી જે આરોપ લગાવે છે તે ખોટા છે: ફળદુ

ગાંધીનગર, મગફળીકાંડ પર રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. ત્યારે કૃષિ મંત્રી આર.સી. ફળદુએ નિવેદન આપ્યું હતું. મગફળી કૌભાંડમા કૌંભાડીઓ ધરપકડ થશે અને પરેશ ધાનાણી જે આરોપ લગાવે છે તે ખોટા છે. પરેશ ધાનાણીએ આ કૌંભાડને  લઇને મારા અને મારા પરિવારજનો પર ખોટા આક્ષેપો કર્યા હતા. આ મામલે કાનુની કાર્યવાહી કરી તેમ જણાવ્યું હતું. આ સિવાય […]

Gujarat Surat

ગાંધીનગર,

મગફળીકાંડ પર રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. ત્યારે કૃષિ મંત્રી આર.સી. ફળદુએ નિવેદન આપ્યું હતું. મગફળી કૌભાંડમા કૌંભાડીઓ ધરપકડ થશે અને પરેશ ધાનાણી જે આરોપ લગાવે છે તે ખોટા છે. પરેશ ધાનાણીએ આ કૌંભાડને  લઇને મારા અને મારા પરિવારજનો પર ખોટા આક્ષેપો કર્યા હતા.

આ મામલે કાનુની કાર્યવાહી કરી તેમ જણાવ્યું હતું. આ સિવાય પરેશ ધાનાણીએ જે ખોટા આક્ષેપો કર્યા છે..તે સાબિત કરે અને ઓડિયો ક્લિપની તપાસ થશે.

કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

તાજેતરમાં પેઢલા ગામે મોટી ધણેજ સેવા સહકારી મંડળી મારફત સંગ્રહાયેલી મગફળીમાંથી મોટા પ્રમાણમાં માટી-ધૂળ-ઢેફા-રેતી મળવાની ગેરરીતિ સામે આવી છે જેનો વિવાદ જામ્યો છે.

જેને લઇને સુરતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શ કરવામાં આવ્યું હતું. ચોક બજાર ખાતે આવેલી મહાત્માં ગાંધીની પ્રીતિમાં પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યમાં કોંગ્રેસી ભેગા થયા હતા અને સરકાર વિરુદ્ધ સુત્રોચાર કર્યા  હતા.