Not Set/ 24 કલાકમાં 4 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ચાર રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રેદશ અને ઉત્તર પ્રદેશમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે, ઝારખંડની ઉત્તર પૂર્વમાં ‘ડીપ્રેશન’ સ્થિત થયું છે અને તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ધીમેધીમે જતાં નબળું પડતું જશે. આ ‘ડીપ્રેશન’ને કારણે દેશમાં ઘણાં રાજ્યોમાં […]

Gujarat

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ચાર રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રેદશ અને ઉત્તર પ્રદેશમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે, ઝારખંડની ઉત્તર પૂર્વમાં ‘ડીપ્રેશન’ સ્થિત થયું છે અને તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ધીમેધીમે જતાં નબળું પડતું જશે. આ ‘ડીપ્રેશન’ને કારણે દેશમાં ઘણાં રાજ્યોમાં વરસાદ થશે. ઝારખંડ, ઉત્તરીય છત્તીસગઢ અને ઉત્તરપૂર્વીય મધ્યપ્રદેશમાં અત્યંત ભારે વરસાદ તેના કારણે થશે. ઉત્તર પ્રદેશ અને વિદર્ભમાં પણ આગામી ચોવીસ કલાકમાં તેના પગલે ભારે વરસાદની શક્યતા છે.