એક્શન પ્લાન/ નિષ્ણાંતોના મતે રાજ્યમાં કોરોનાની ત્રીજી વેવ આવી શકે છે, ત્રીજી વેવ માટે સરકાર સજ્જ

ગુજરાતમાં કોરોના કાબૂમાં આવતો જાય છે. રાજ્યમાં દૈનિક નોધાતા કેસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આરોગ્ય નિષ્ણાતોના માટે રાજ્યમાં કોરોના વાઇરસની ત્રીજી લહેર ત્રાટકી શકે છે. સંભવિત ત્રીજા વેવ સામે સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

Top Stories Gujarat Others

ગુજરાતમાં કોરોના કાબૂમાં આવતો જાય છે. રાજ્યમાં દૈનિક નોધાતા કેસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આરોગ્ય નિષ્ણાતોના માટે રાજ્યમાં કોરોના વાઇરસની ત્રીજી લહેર ત્રાટકી શકે છે. સંભવિત ત્રીજા વેવ સામે સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

સંભવિત ત્રીજા વેવ સામે સરકારના એક્શન પ્લાન અંગે વિગતો આપતા આરોગ્ય કમિશનર શિવહરેએ જણાવ્યું હતું કે, હાલ તો આપણે સેકન્ડ વેવમાંથી બહાર આવી ગયા છે. 97 ટકા રિકવરી રેટ થઈ ગયો છે. સેકન્ડ વેવની મુશ્કેલીઓમાંથી આપણે શીખ્યા છીએ કે કેસ વધે તો કેવી તૈયારી કરવી ? અને તદઅનુસાર આરોગ્ય વિભાગે તૈયારી શરુ કરી દીધી છે.

Coronavirus & COVID-19 Overview: Symptoms, Risks, Prevention, Treatment &  More

જિલ્લા કક્ષાએથી DDO કલેકટર સાથે પણ વિડીયો કોંફરન્સ દ્વારા પણ ફીડબેક લઈ તૈયારી કરી છે. વાયરસમાં થતા ફેરફારનો પણ અભ્યાસ કરવામાં આવે છે. બીજા દેશોના અભ્યાસ પર પણ નજર રાખવામાં આવે છે. તો સાથે એક્સપર્ટનો અભિપ્રાય પણ લેવામાં આવી રહ્યો છે. વેન્ટિલેટર, નર્સ, ડોક્ટર, અન્ય સ્ટાફની સંખ્યા કેવી રીતે વધારવી, કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે?? વિગેરી માહિતી અગાઉથી જ તૈયાર રાખવામાં આવશે.

Coronavirus News Highlights: Chhattisgarh's COVID-19 Tally Mounted To  9,83,916 On June 9 As 954 People Tested Positive For The Infection

મહાત્મા મંદિર ખાતે 900 બેડની હોસ્પિટલની તૈયારી કરી દીધી છે. 14500 બેડ ની તૈયારી આપડે કરી છે. 2.50 લાખ કેસો થાય તે માટે કેટલી તૈયારી કરવી તે પણ નક્કી કરી રાખ્યું છે. 7 હજાર વેન્ટિલેટરથી વધારી ને 15 હજાર કરયા છે. પૂર્વ તૈયારીના ભાગ રૂપે 4 હજાર પીડિયાટ્રિક બેડની તૈયારી કરી છે. બાળકો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો સાથે  આરોગ્ય વિભાગની પોસ્ટ ભરવા માટે પણ કોર કમિટીમાં નિર્ણય કરી લેવાયો છે.

Latest Coronavirus News (Live Updates)

ઓક્સિજનની પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.. 1200 મેટ્રિક ટન ની જરૂરિયાતને પહોંચી વળીશું. તમામ જિલ્લામાં સતત વોચ રાખવામાં આવી રહી છે. મોટા શહેરોમાં ક્યાં બેડ ખાલી છે તે જોઈ શકાય છે. એમ્બ્યુલન્સ પણ એક જગ્યાએ થી કન્ટ્રોલ થાય છે. દરેક હોસ્પિટલની બેડની વિગત મળી શકે તે પ્રમાણેની તૈયારી ચાલે છે

એપેડેમીક ઇન્ટેલિજન્સ યુનિટ બનાવવામાં આવશે, સર્વેલન્સ યુનિટ 14હજાર થી વધારી 21 હજાર કરવામાં આવશે. 3 વેવ માં Rt pcr 70હજારથી વધારી 1લાખ25 હજાર કરવામાં આવશે. CT સ્કેન 18 થી વધારી 44 કરવામાં આવશે.  Rtpcr લેબની સંખ્યા પણ વધારવામાં આવશે. જે હાલમાં 104 છે તેમાં વધારો કરી 155 કરવામાં આવશે.

વેક્સીનેશનમાં પણ ગુજરાત રાજ્ય પ્રથમ સ્થાને છે. ધન્વંતરિ રથ, અને સંજીવની રથની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. નગરપાલિકાઓમાં પણ મારો વોર્ડ કોરોના મુક્ત અભિયાન ચલાવાયું છે.

તો સાથે રાજ્યમાં 104 અને 108ની સેવાઓ સફળ રહી છે. રેમડેસિવીર જેવી દવાઓની કોઈ તકલીફ ન પડે તે પ્રમાણે સ્ટોક મેઇન્ટેન્ટ કરવામાં આવશે. મ્યુકોરમાઇકોસીસની તાલીમ પણ  આરોગ્યના સ્ટાફને આપવામાં આવી રહી છે. E સંજીવની opdની પણ શરૂઆત કરવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ

તો આ અંગે નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, બીજા વેવમાં જે ખામી હતી. તે ધ્યાને લઇ ત્રીજા વેવની તૈયારીઓ કરવામાં આવી છે. સતત સવા વર્ષથી કોર કમિટી ચિંતન કરી તમામ નિર્ણય કરેછે.  સંભવિત વેવ કેટલો વ્યાપક હશે, કઈ ઉંમરના લોકો ને લાગુ પડશે, એ કોઈ કહી શકે નહીં. અનુમાન ના આધારે વ્યવસ્થા કરવી પડે છે. ગઇ વખતે જે ઉણપ રહી ગઈ હતી.તેવું ના થાય તે માટે cm ડેસ્ક ને જિલ્લા કક્ષા સાથે જોડી દેવાયું છે. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના સહકારથી ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય માં ઓક્સિજન ના અભાવે એક પણ મૃત્યુ થયું નથી.