Surendranagar News: સુરેન્દ્રનગરમાં તેલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. ધાંગધ્રા માલવમ હાઇવે પરથી તેલ ચોરીનું કૌભાંડ પકડાયું છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઇમે દરોડો પાડતા આ કૌભાંડ પકડાયું છે. 32બેરલતેલ સહિત 1.57 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સીઆઇડી ક્રાઇમે પાંચ શખ્સોની ઝડપી કુલ 13 સામે ગુનો નોંધ્યો છે. રાજકોટ સીઆઈડી ક્રાઇમે પોલીસમથકે ફરિયાદ નોંધાઈ છે. ગીંનગર સીઆઇડી ક્રાઇમે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી દરોડો પાડ્યો છે. કરોડોનું તેલ કૌભાંડ ઝડપાતા સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. પીપળી ગામ પાસે આવેલી હોટેલના પાછળના ભાગમાં તેલની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. રાજકોટ સીઆઇડી ક્રાઇમ પોલીસ મથકે તેના અંગે ફરિયાદ નોંધાઈ છે.
સુરેન્દ્રનગર શહેરના આનંદ નગરમાં રહેતા અને ફાઈનાન્સ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીના બંધ રહેણાક મકાનને ધોળા દિવસે નીશાન બનાવી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. એ ડીવીઝન પોલીસ મથકે રોકડ અને ઘરેણાં સહિત રૂપિયા 1,64,600ની મત્તા ચોરાયાની ફરિયાદ નોંધાઈ છે.સુરેન્દ્રનગર જિલ્લામાં થોડા છેલ્લા સમયથી ચોરીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
ચોરીના બનાવ અંગેની પોલીસ સૂત્રો પાસેથી વધુમાં મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના નવા જંકશન વિસ્તારમાં આનંદ સોસાયટીમાં રહેતા 43 વર્ષીય બિપીનભાઈ ચંદુલાલ મશ્કારીયા આધાર હાઉસીંગ ફાઈનાન્સમાં ફરજ બજાવે છે. ગત તા. 26મીના રોજ તેઓ ફરજ પર ગયા હતા. જયારે બપોરના સમયે તેમના પત્ની બજારમાં તેમજ તેમના બહેનના ઘરે ગયા હતા.
સાંજના સમયે બિપીનભાઈના પત્ની સોનલબેને ઘરે આવીને જોતા દરવાજા તુટેલા હતા. આથી બિપિનભાઈને જાણ કરાતા તેઓ ઘરે દોડી ગયા હતા. તપાસ કરતા ઘરના બે દરવાજાના ઈનબીલ્ડ લોક અને નકુચા તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. 1,32,600ના સોના-ચાંદીના ઘરેણા તથા રોકડા રૂ. 32 હજાર મળી કુલ રૂ. 1,64,600ની મત્તા તસ્કરો લઈ ગયા હતા.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી પકડાઈ, 37 લાખનો મુદ્દામાલ જપ્ત
આ પણ વાંચો: સ્વામિનારાયણ સંપ્રદાયના જૂનાગઢના જે.કે.સ્વામી સામે બોમ્બેના ડોક્ટર હડિયાએ છેતરપિંડી મામલે નોંધાવી ફરિયાદ
આ પણ વાંચો: જુનાગઢની HDFC બેંકમાં કર્મચારી દ્વારા છેતરપિંડી, જાણો શું છે મામલો
