- જૂનાગઢની HDFC બેંકના કર્મચારી દ્વારા છેતરપિંડી
- રૂ. 83 લાખની કરી છેતરપીંડી
- ગ્રાહકોના પૈસા બેંકમાં જમા નહિ કરાવી કરી ઉચાપત
@અમ્માર બખાઈ
Junagadh News: જૂનાગઢની HDFC બેંકના કર્મચારીએ 83લાખ રૂપિયાની છેતરપિંડી કરતા પોલીસે ભેજાબાજ બેંક કર્મિની ધરપકડ કરીને તપાસ અને પૂછપરછનો દોર શરૂ કર્યો છે.છેલ્લા ઘણા સમયથી છેતરપિંડીના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે હવે બેંકનો કર્મચારી જ પોતાની બેન્ક અને ગ્રાહકોને ચૂનો લગાડવામાં માહિર બન્યો હતો.
વાત જુનાગઢની કે જ્યાં મોતીબાગ પાસે આવેલા HDFC બેંકમાં ગ્રાહકો પોતાના લાખો રૂપિયા જમા કરાવતા હતા પરંતુ તે પૈસા બેંકની અંદર નહીં પરંતુ બેંક્નો કેશિયર પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લેતો હતો.એક બાદ એક ભોગ બનનારો સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા પોલીસનો સહારો લીધો હતો. જેમાં એક ફરિયાદીના 45 લાખ અને અન્ય ભોગ બનનારોના કુલ 83 લાખની ઉચાપત કરીને છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ ભોગ બનનારોએ અને બેંકના મેનેજર દ્વારા પણ બેંકના વોલેટમાંથી પણ પૈસા ઉપાડ્યા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાતા પોલીસે રાજ મળ્યા ની ધરપકડ કરી છે.
HDFC બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવનાર ભેજાબાજ રાજ મણીયારે એક બાદ એક અનેક ગ્રાહકોનું ફૂલેકું ફેરવી નાખ્યું ફિક્સ ડિપોઝિટના બહાને પૈસા જમા કરાવી કોરા ચેક લઈ અને તે પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતો હતો સમગ્ર ઘટના પરથી પોલીસે હાલ પડદો ઉચકાવ્યો છે અને રાજ મણીયાની ધરપકડ કરી છે હાલ તો પોલીસ તપાસમાં રાજને દેણું થઈ જતા તેણે લોકો સાથે છેતરપિંડી કર્યાનું સામે આવ્યું છે આ રાજ મણીયાર સાથે કોણ કોણ સંકળાયેલું છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
આમ 83 લાખની છેતરપિંડી કરનાર આરોપી પોલીસના કબજામાં છે અને તે આઠ દિવસના રિમાન્ડ ઉપર છે જ્યારે 88 લાખથી આંકડો એક કરોડ સુધી પહોંચે તો નવાઈ નહીં.
આ પણ વાંચો:સાબરમતી જેલમાંથી પકડાયો ગાંજો, પાકા કામના કેદી પાસેથી ઝડપાઈ 25 પડીકી
આ પણ વાંચો:બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ
આ પણ વાંચો:ઉધનામાં યુવતીનો આપઘાત, લોકોએ બનાવ્યો વીડિયો પણ ના બચાવ્યો જીવ
આ પણ વાંચો:ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી, ગવર્મેન્ટ કારમાં GPS ટ્રેકર લગાવેલ મળ્યું
