Not Set/ ૨૧ માળની નવી VS હોસ્પિટલ તૈયાર, હેલીપેડ પર ઉતરશે એર એમ્બ્યુલન્સ

અમદાવાદની વીએસ હોસ્પિટલનું નવું બિલ્ડીંગ તૈયાર થવાના આરે છે. ૧૮માં માળે એર એમ્બ્યુલન્સ માટે ખાસ હેલીપેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં સીએમ રૂપાણી હોસ્પીટલની મુલાકાતે આવ્યા હતા. તેમણે વીએસ  ની બનનાર હોસ્પીટલની મુલાકાત લીધી અને હોસ્પીટલની કામગીરીના વખાણ કર્યા હતા. એટલું જ નહી પરંતુ  AMC  દ્વારા વડાપ્રધાન  મોદીને પણ આમંત્રણ આપ્યું છે. હોસ્પિટલના ઉદ્ધાટન માટે […]

Ahmedabad Gujarat

અમદાવાદની વીએસ હોસ્પિટલનું નવું બિલ્ડીંગ તૈયાર થવાના આરે છે. ૧૮માં માળે એર એમ્બ્યુલન્સ માટે ખાસ હેલીપેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં સીએમ રૂપાણી હોસ્પીટલની મુલાકાતે આવ્યા હતા. તેમણે વીએસ  ની બનનાર હોસ્પીટલની મુલાકાત લીધી અને હોસ્પીટલની કામગીરીના વખાણ કર્યા હતા.

એટલું જ નહી પરંતુ  AMC  દ્વારા વડાપ્રધાન  મોદીને પણ આમંત્રણ આપ્યું છે. હોસ્પિટલના ઉદ્ધાટન માટે પીએમ મોદી આવવાના છે. આ હોસ્પિટલ ૧૮ માળની બનાવવામાં આવી છે. કુલ આ હોસ્પિટલ ૨૧ માળની બનવાની છે. હાલ તે માટેની કામગીરી ચાલુ છે . આ હોસ્પિટલને રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમથી સજ્જ કરાઈ છે. રૈન વૉટરના   ત્રણ ટાવર માં 24 લિફ્ટ એલિવેટર્સ રાખવામાં  આવ્યા છે . રેસિડેન્ટ ડોક્ટર માટે ખાસ સુવિધાઓ કરવામાં આવી છે. 300 ની કેપેસીટીવાળું ઓડિટોરિયમ  પણ આ હોસ્પીટલમાં ઉપલબ્ધ છે . નવી બિલ્ડીંગનું કામ હાલ પૂર્ણતાના આરે છે. ટૂંક સમયમાં જ ૨૧ માળની આખી નવી હોસ્પિટલ તૈયાર થઇ જશે.