Not Set/ અમદાવાદ : થલતેજમાં મેટ્રોની કામગીરી અંગે વિવાદ, લગાવાયા બેરિકેડ

મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળના થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધીના કો‌રિડોરમાં ઠેર ઠેર એક અથવા બીજા પ્રકારની કામગીરી ચાલી રહી છે, તેમાં પણ વસ્ત્રાલ ગામથી કાંકરિયા એપરલપાર્ક સુધીના પાઇલટ પ્રોજેક્ટ હેઠળ મેટ્રો રેલ ઝડપભેર દોડતી કરવા માટે સમગ્ર તંત્ર કામે લાગ્યું છે. જોકે આ કો‌રિડોરમાં થલતેજ ચાર રસ્તાથી થલતેજ ગામ સુધીનો કોરિડોર રસ્તાની પહોળાઈના વિવાદમાં સપડાયો […]

Ahmedabad Gujarat Trending

મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળના થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધીના કો‌રિડોરમાં ઠેર ઠેર એક અથવા બીજા પ્રકારની કામગીરી ચાલી રહી છે, તેમાં પણ વસ્ત્રાલ ગામથી કાંકરિયા એપરલપાર્ક સુધીના પાઇલટ પ્રોજેક્ટ હેઠળ મેટ્રો રેલ ઝડપભેર દોડતી કરવા માટે સમગ્ર તંત્ર કામે લાગ્યું છે.

જોકે આ કો‌રિડોરમાં થલતેજ ચાર રસ્તાથી થલતેજ ગામ સુધીનો કોરિડોર રસ્તાની પહોળાઈના વિવાદમાં સપડાયો છે. આ પ્રોજેક્ટના અસરગ્રસ્તો સત્તાવાળાઓ સમક્ષ રસ્તાની જમણી બાજુએ એટલે કે તળાવ અને પંચાયત ઓફિસ છે તે બાજુ વધારે કપાત કરવાની બાબત પર વારંવાર ભાર મૂકી રહ્યા છે.

mantavyanews.com

ગત તા. 29 ઓક્ટોબરે થલતેજ મેટ્રો રેલના અસરગ્રસ્તોએ કપાત અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. દરમિયાન છેલ્લા બે દિવસથી આ સમગ્ર કોરિડોર પર તંત્ર દ્વારા એસઆરપીની ટુકડી સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ બેરિકેડ લગાવાઈ રહ્યાં છે, જે અંગે થલતેજ ઘર-દુકાન બચાવો સમિતિના સૂત્રો કહે છે.

સત્તાવાળાઓએ અમારી એક પણ દુકાન કે મકાનમાં કોઈ તોડફોડ નહીં કરવાની અમને ખાતરી આપી છે, જોકે આ બાબતે અસરગ્રસ્તો બે-ત્રણ દિવસમાં મેગા કંપનીના ઉચ્ચ અધિકારીઓને મળશે.