ખેડૂતો હેરાન પરેશાન/ બિપોરજોયના વરસાદે ચીભડામાં 8 હેકટર થી વધુ માં ઉગાડેલો કપાસનો પાક પાણીમાં ગરકાવ, ખેડુતોના કપાસનો પાક નિષ્ફળ.

ખેડુતોએ ચીભડા પંથકમા કપાસ ની ખેતી અંદાજે 8 થી વધુ હેકટરમાં કરવામા આવી હતી. જ્યાં બીપોરજોય વાવાઝોડા સાથે ભારે વરસાદે ખેતરોમાં ભારે પાણી આવતા ખેડૂતોના

Gujarat Others
કપાસ

બનાસકાંઠા જિલ્લામાં ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડા સાથે ભારે વરસાદે કપાસનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો. ખેડુતોનો મહામૂલો કપાસ ની ખેતીમાં આ વર્ષે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. બિપોરજોય વાવાઝોડાની અસર એ કપાસ ના પાકોમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે.

ખેડુતોએ ચીભડા પંથકમા કપાસ ની ખેતી અંદાજે 8 થી વધુ હેકટરમાં કરવામા આવી હતી. જ્યાં બીપોરજોય વાવાઝોડા સાથે ભારે વરસાદે ખેતરોમાં ભારે પાણી આવતા ખેડૂતોના નીચાણવાળા ભાગોમાં ખેતરો ધોવાયા,ક્યાંક ખેતરોમાં પાણી ભરાઈ જતાં અને ખેતરોમાંથી પાણીનો નિકાલ ના થતાં કપાસનો પાક પાણીમાં ગરકાવ નિષ્ફળ નીવડ્યો છે .

ખેડુતોએ મોંઘા કપાસનું બિયારણ, ખેડ ખાતર અને પાણી સહિત ખેડુતોએ અઢળક ખર્ચાઓ કર્યા આખરે ખેડુતની મહેનત પાણીમાં ગઈ. જગતના તાત ઉપર વારંવાર કુદરતી હોનારતો આવતા ખેડુત દિવસેને દિવસે દેવામાં ડૂબી રહ્યો છે. મોંઘા ભાવે કપાસના બીયારણ ખરીદી, રસાયણિક ખાતર સહિત અનેક ટ્રીટમેન્ટ ખેડુતે આપી,45 દિવસ સુધી ખેડુતે કપાસ ના પાકની સંવર્ધના કર્યુ પણ આ વર્ષે ખેડૂતો ના કપાસના પાકો પાણીમાં ગરકાવ થતા ખેડુત ખુબ મુશ્કેલીમાં મુકાયા છે.

હવે ખેડુત ને માથે કરજ વધતા ખેતી કરવી એ ખેડૂતો માટે મુશ્કેલ ખર્ચાળ હોવાથી સરકાર પાસે પાક ધિરાણ કે પાક નિષ્ફળ ની સહાય ચૂકવાઇ તો ખેડુત જીવી શકે નહીં ખેડુત ખેતી કરતા બંધ થશે.ચીભડા માં કપાસનું વાવેતર વઘુ વરસાદે નિષ્ફળ નીવડ્યું

આ પણ વાંચો:PM મોદીને મળ્યા બાદ અમેરિકાના અર્થશાસ્ત્રીએ કહ્યું-“ભારત વિશ્વને બતાવી શકે છે કે તે…..

આ પણ વાંચો:શેરબજાર ઐતિહાસિક ઊંચાઈએઃ BSE સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ બનાવ્યો ઓલટાઇમ હાઈ

આ પણ વાંચો:PM મોદી સાથે મુલાકત બાદ એલોન મસ્ક પર થયો પૈસાનો વરસાદ, નેટવર્થમાં 81000 કરોડનો ઉછાળો

આ પણ વાંચો:ભારત પર ડોર્સીના આરોપો પર મસ્કે આપ્યું મોટું નિવેદન, PM મોદીના કર્યા વખાણ

આ પણ વાંચો:અદાણી હવે રેલ્વેમાં પણ ધૂમ મચાવવા માટે તૈયારઃ બુકિંગ કંપની ખરીદી

.