Porbandar News/ પોરબંદર, રાણાવાવ, કુતિયાણા તાલુકા પંચાયતના ભાજપના હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા

Taluka Panchayatમાં ભાજપ બિનહરીફ ચૂંટાયું છે. પોરબંદર, રાણાવાવ અને કુતિયાણાની તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખો બિનહરીફ ચૂંટાયા છે.

Top Stories Gujarat Others Breaking News

Porbandar News: ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી સાથે પરામર્શ કરીને પોરબંદર તાલુકા પંચાયત, રાણાવાવ તાલુકા પંચાયત (Taluka Panchayat), અને કુતિયાણા તાલુકા પંચાયતના હોદ્દેદારોની પસંદગી કરવાનો આદેશ જારી કર્યો હતો, જે મુજબ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા છે.

પોરબંદર તાલુકા પંચાયત (Taluka Panchayat)ના પ્રમુખ પરબતભાઈ કેશવાલા (Parbatbhai Keshvala)

પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રતાપભાઈ પરબતભાઈ કેશવાલા, ઉપપ્રમુખ તરીકે લલીતાબેન પ્રવિણભાઈ માવડિયા, કાર્યકારી પ્રમુખ તરીકે કેશુભાઈ મેણંદભાઈ ઓડેદરા, પક્ષના આગેવાન તરીકે રામભાઈ નાગાભાઈ કુછડિયા અને દંડક તરીકે લાખાભાઈ વાઘાભાઈ કોડિયાતરની વરણી કરવામાં આવી છે.

Taluka Panchayatમાં ભાજપ બિનહરીફ
Taluka Panchayatમાં ભાજપ બિનહરીફ

રાણાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ જયેશભાઈ ભુતિયા (Jayeshbhai Bhutiya)

રાણાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જયેશભાઈ લલિતભાઈ ભુતિયા, ઉપપ્રમુખ તરીકે ઉર્મિલાબેન બોઘાભાઈ શિયાણી, કાર્યકારી પ્રમુખ તરીકે રણમલભાઈ કાનાભાઈ ભેડા, પક્ષના આગેવાન તરીકે તભાભાઈ લાખાભાઈ હુણ અને દંડક તરીકે અંજનાભાઈ પીઠાભાઈ બામરતિયાની વરણી કરવામાં આવી છે.

Taluka Panchayatમાં ભાજપ બિનહરીફ
Taluka Panchayatમાં ભાજપ બિનહરીફ

કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખ રાણીબેન પરમાર (Raniben Parmar)

કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રાણીબેન સામતભાઈ પરમાર, ઉપપ્રમુખ તરીકે મીઠુબેન મહેન્દ્રભાઈ સંતોકી, કાર્યકારી પ્રમુખ તરીકે ભાવેશભાઈ રામદેભાઈ રાવલીયા, પક્ષના આગેવાન તરીકે રામદેભાઈ પુંજાભાઈ મોડેદરા અને પંડક તરીકે દેવાભાઈ દુદાભાઈ હરણની વરણી કરવામાં આવી હતી.

ગુજરાતના કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પોરબંદર જીલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જીલ્લા ભાજપ મહામંત્રી પ્રવિણભાઈ ખોરાવા, પ્રવિણભાઈ ઓડેદરા, રાજેશભાઈ કરગટીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાણાભાઈ મોઢવાડીયા, અને અન્ય હોદ્દેદારોએ તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.


આ પણ વાંચો: પોરબંદર મહાનગરપાલિકાના મેયર તરીકે સાગર મોદી ચૂંટાયા

આ પણ વાંચો: મોરબી મનપાના નવા મેયર તરીકે ઉત્તમ સુરાણીની પસંદગી, ચિરાગ રાણપરા બન્યા ડેપ્યુટી મેયર

આ પણ વાંચો: નડિયાદ મનપાના પ્રથમ મેયર તરીકે મનીષ પટેલની પસંદગી, ભાજપે જાહેર કર્યા પાંચ મુખ્ય હોદ્દેદારોના નામ