શિખર/ શેરબજાર ઐતિહાસિક ઊંચાઈએઃ BSE સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ બનાવ્યો ઓલટાઇમ હાઈ

21 જૂનનો દિવસ શેરબજાર માટે કોઈ રેકોર્ડથી ઓછો નથી. બજાર ઉછાળા સાથે બંધ થયું છે. સેન્સેક્સ 195 પોઈન્ટના ઉછાળા સાથે 63,523 પર અને નિફ્ટી 40 પોઈન્ટના ઉછાળા સાથે 18,856 પર બંધ થયો હતો.

Top Stories Business

21 જૂનનો દિવસ શેરબજાર માટે કોઈ રેકોર્ડથી Stock Market ઓછો નથી. બજાર ઉછાળા સાથે બંધ થયું છે. સેન્સેક્સ 195 પોઈન્ટના ઉછાળા સાથે 63,523 પર અને નિફ્ટી 40 પોઈન્ટના ઉછાળા સાથે 18,856 પર બંધ થયો હતો. આજે સવારે જ્યાં BSE સેન્સેક્સ બુધવારે શરૂઆતના કારોબારમાં 63,588.31 પોઈન્ટની નવી ઓલ-ટાઇમ હાઈને સ્પર્શ્યો હતો. આ સાથે જ સેન્સેક્સમાં સામેલ કંપનીઓએ પણ મોટો રેકોર્ડ બનાવ્યો છે. સેન્સેક્સ વિક્રમી ઊંચાઈએ પહોંચવા વચ્ચે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન (માર્કેટ કેપ) પણ રૂ. 294.49 લાખ કરોડના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું.

શેરબજારમાં આવેલી તેજી વચ્ચે BSE લિસ્ટેડ Stock Marketકંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 2,94,49,069.63 કરોડની નવી વિક્રમી ટોચે પહોંચ્યું હતું. એટલે કે તેમાં રોકાણ કરનારા લાખો રોકાણકારોએ સુંદર કમાણી કરી છે. તમને જણાવી દઈએ કે શેરબજારમાં રોકાણ કરનારા રોકાણકારોને ત્યારે ફાયદો થાય છે જ્યારે તેમના દ્વારા રોકાણ કરાયેલા શેરની કિંમતમાં વધારો થાય છે. આ કારણે કંપનીઓનું માર્કેટ કેપ પણ વધે છે. બજારમાં સતત તેજીના કારણે હવે કંપનીઓનું માર્કેટ કેપ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું છે. એટલે કે રોકાણકારોની કમાણી પણ આ જ પ્રમાણમાં વધી છે.

લગભગ સાત મહિના પછી સેન્સેક્સ આ સ્તરે Stock Market પહોંચ્યો છે. ગયા વર્ષે 1 ડિસેમ્બરે સેન્સેક્સ દિવસના ટ્રેડિંગ દરમિયાન 63,583.07 પોઈન્ટની વિક્રમી ટોચે પહોંચ્યો હતો. બીએસઈના 30 શેરોવાળો સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 260.61 પોઈન્ટ અથવા 0.41 ટકા વધીને 63,588.31 પર હતો. ગયા વર્ષે 1 ડિસેમ્બરે સેન્સેક્સ 63,583.07ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો.

 

આ પણ વાંચોઃ Biden-Jinping/ મોદીના યુએસ પ્રવાસ દરમિયાન જ બિડેનના જિનપિંગ પર આકરા પ્રહારઃ સરમુખત્યાર કહ્યા

આ પણ વાંચોઃ Appointment/ ગુજરાત સરકારના સલાહકાર હસમુખ અઢિયાને મળ્યો વધારાનો હોદ્દો

આ પણ વાંચોઃ PM મોદી મસ્કને ફળ્યા/ PM મોદી સાથે મુલાકત બાદ એલોન મસ્ક પર થયો પૈસાનો વરસાદ, નેટવર્થમાં 81000 કરોડનો ઉછાળો

આ પણ વાંચોઃ PM Modi US Visit/ PM મોદીના પ્રવાસનો તમામ ખર્ચ અમેરિકાનો, રાષ્ટ્રપતિએ જ આપ્યું આમંત્રણ… જાણો શું છે ‘સ્ટેટ વિઝીટ’માં ખાસ

આ પણ વાંચોઃ મોટા સમાચાર/ PM મોદી, અમિત શાહ અને બિહારના CM નીતિશ કુમારને જાનથી મારી નાખવાની ધમકી, દિલ્હી પોલીસ થઇ દોડતી