Biden-jinping/ મોદીના યુએસ પ્રવાસ દરમિયાન જ બિડેનના જિનપિંગ પર આકરા પ્રહારઃ સરમુખત્યાર કહ્યા

ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન જ અમેરિકન પ્રમુખ જો બિડેને ચીનના પ્રેસિડેન્ટ જિનપિંગને સરમુખત્યાર કહ્યા છે. તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને સરમુખત્યાર ગણાવ્યા છે.

Top Stories World
Biden

ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન જ અમેરિકન પ્રમુખ જો બિડેને ચીનના પ્રેસિડેન્ટ જિનપિંગને સરમુખત્યાર કહ્યા છે. તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને સરમુખત્યાર ગણાવ્યા છે. આ સિવાય બિડેને કહ્યું કે, જ્યારે તાજેતરમાં એક ચાઈનીઝ બલૂન ઉડાડવામાં આવ્યું, ત્યારે ચીનના રાષ્ટ્રપતિ ખૂબ જ શરમાઈ ગયા હતા. જો બિડેનનું આ નિવેદન ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએસ પ્રવાસ પર છે અને આ દરમિયાન તેમની ટિપ્પણી સામે આવી છે.

જો બિડેન કેલિફોર્નિયામાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, જ્યારે આ વર્ષની શરૂઆતમાં અમેરિકા દ્વારા ચીનના જાસૂસ બલૂનને તોડી પાડવામાં આવ્યું, ત્યારે સરમુખત્યારોએ તેના પછી ઘણી શરમ અનુભવી હતી.

કેલિફોર્નિયામાં એક કાર્યક્રમને સંબોધતા જો બિડેને કહ્યું જ્યારે અમે જાસૂસી સાધનોથી ભરેલા બે બોક્સ કાર સાથે તે બલૂનને નીચે ઉતાર્યા ત્યારે શી જિનપિંગ ખૂબ જ પરેશાન થયા હતા. સરમુખત્યારો માટે આ ખૂબ જ શરમજનક બાબત હતી. શું થયું તેની તેમને ખબર પણ ન પડી. આ બલૂન ત્યાં ન હોવા જોઈએ.

હાલમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ચાર દિવસના પ્રવાસે છે અને તેમનો પ્રવાસ બંને દેશ વચ્ચેના સંબંધોના યુગનો નવો અધ્યાય લેખવામાં આવે છે. અમેરિકાએ પણ ભારતીય વડાપ્રધાન પીએમ મોદી માટે લાલ જાજમ બિછાવી છે. અમેરિકા હવે ભારતને ચીનના વિકલ્પ તરીકે આગળ ધરવા માંગે છે. આ પહેલા અમેરિકાએ ચીનને રશિયાના વિકલ્પ તરીકે આગળ ધર્યુ હતુ. આજે એશિયામાં અમેરિકાનું જો કોઈ સાથી હોય તો તે ભારત છે. બલૂન પ્રકરણ પછી બંને દેશો વચ્ચેના સંબંધો અત્યંત કથળી ગયા છે. હાલમાં અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો તળિયે છે.

આ પણ વાંચોઃ Appointment/ ગુજરાત સરકારના સલાહકાર હસમુખ અઢિયાને મળ્યો વધારાનો હોદ્દો

આ પણ વાંચોઃ PM મોદી મસ્કને ફળ્યા/ PM મોદી સાથે મુલાકત બાદ એલોન મસ્ક પર થયો પૈસાનો વરસાદ, નેટવર્થમાં 81000 કરોડનો ઉછાળો

આ પણ વાંચોઃ PM Modi US Visit/ PM મોદીના પ્રવાસનો તમામ ખર્ચ અમેરિકાનો, રાષ્ટ્રપતિએ જ આપ્યું આમંત્રણ… જાણો શું છે ‘સ્ટેટ વિઝીટ’માં ખાસ

આ પણ વાંચોઃ મોટા સમાચાર/ PM મોદી, અમિત શાહ અને બિહારના CM નીતિશ કુમારને જાનથી મારી નાખવાની ધમકી, દિલ્હી પોલીસ થઇ દોડતી

આ પણ વાંચોઃ Adipurush Controversy/ ‘બજરંગ બલી ભગવાન નથી’ મનોજ મુન્તશીરના નિવેદને મચાવ્યો હંગામો, વિપક્ષે ભાજપ પર લગાવ્યો ટોણો