રાજકોટ/ 9 માસના ઘોડિયામાં સૂતા બાળકને શ્વાને બચકા ભરતા મોત

રાજકોટના ઠેબચડા ગામની સિમમાં આ કરૂણ ઘટના બની છે. જ્યાં બાળક ઘોડિયામાં સુઇ રહ્યુ હતુ અને રખડતા શ્વાને આવી બચકા ભર્યા હતા.

Top Stories Gujarat Rajkot
WhatsApp Image 2022 06 09 at 9.59.12 AM 9 માસના ઘોડિયામાં સૂતા બાળકને શ્વાને બચકા ભરતા મોત

રાજ્યમાં સતત રખડતા ધોરણો આતંક વધી રહ્યો છે.પછી તે ગાય, કુતરા કે આખલા ગમે તે હોઇ શકે છે. આ પ્રાણીઓ નગરજનો માટે મોટી સમસ્યા ઊભી કરી રહ્યા છે. ગાય-આખલા અને કુતરા અવારનવાર મનુષ્ય  ઉપર હુમલો કરવાના દાખલા સમાજમાં જોવા મળી રહ્યા છે. આ પ્રકારી ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહયો છે. રાજકોટ ખાતે પણ એક આવી જ ઘટના સામે આવી છે. જ્યાં ઘોડિયામાં સૂતેલા 9 માસના બાળકને શ્વાને પોતાનો શિકાર બનાવ્યો છે. અને શરીરે બટકા ભરી મોતને ઘાટ ઉતાર્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના ઠેબચડા ગામની સિમમાં આ કરૂણ ઘટના બની છે. જ્યાં બાળક ઘોડિયામાં સુઇ રહ્યુ હતુ અને રખડતા શ્વાને આવી બચકા ભર્યા હતા. 9 માસના સાહિલને સારવાર માટે ખસેડાયો હતો. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.

ઠેબચડા ગામની સીમમાં લક્ષ્મણભાઈની વાડીમાં મૂળ મધ્યપ્રદેશના પારસભાઈ વસાવાનો પરિવાર મજૂરી કામ કરે છે. અને વાડીમાં જ રહે છે. પારસભાઈ અને તેમની પત્ની વાડીમાં મજૂરીકામ કરી રહ્યા હતા અને તેમનો 9 મહિનાનો દીકરો ઘરના આંગણમાં ઘોડિયામાં સૂઈ રહ્યો હતો. ઘોર નિંદ્રા માં સૂતેલા દીકરા સાહિલ ને સીમમાં રખડતા શ્વાને  ત્યા આવી ગળેથી પકડી ઊંચકી લીધું હતું. અને બચકુ ભર્યુ હતું.

આ ઘટના બાદ સાહિલ જાગી ગયો હતો. અને તેણે રડવાનું શરૂ કર્યું હતું. તેના અવાજ થી માતપિતા દોડી આવ્યા હતા. અને બાળકને બચાવવા પ્રયાસ હાથ ધાર્યા હતા. પરંતુ રખડતા શ્વાને પારસભાઈ અને એક વૃદ્ધાને પણ બચકા ભર્યા હતા. હડકાયા શ્વાનથી બાળકને બચાવવાનો બહુ પ્રયાસ કરાયો, પણ તે નિરર્થક નીવડ્યો હતો. તેના ગળામાંથી લોહી નીકળવા લાગ્યુ હતું. આખરે શ્વાને  બાળકને છોડતા લોહી લુહાણ હાલતમાં રહેલા સાહિલને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.  જોકે સારવાર દરમિયાન 9 માસના બાળક સાહિલનું મોત નિપજ્યું હતું.