લૂંટનું તરકટ/ સુરેન્દ્રનગરમાં આંગડીયા પેઢીના કર્મચારીએ લૂંટનું તરકટ રચ્યું પરંતુ CCTVએ ભાંડો ફોડયો

સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર પર આવેલ પી.એમ.આંગડીયા પેઢીમાં કુલ રૂપિયા 71.50 લાખની લૂંટ થઈ હતી. આંગડીયા પેઢીના કર્મચારી યશપાલ ચૌહાણે જ લૂંટનું ખોટુ તરકટ રચ્યું

Gujarat Others
આંગડીયા સુરેન્દ્રનગરમાં આંગડીયા પેઢીના કર્મચારીએ લૂંટનું તરકટ

સુરેન્દ્રનગર પોલીસે ગણતરીની કલાકોમાં આંગડીયા પેઢીની લૂંટનો ભેદ ઉકેલી પોલીસને સકંજામાં લીધો છે. સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર પર આવેલ પી.એમ.આંગડીયા પેઢીમાં કુલ રૂપિયા 71.50  લાખની લૂંટ થઈ હતી. આંગડીયા પેઢીના કર્મચારી યશપાલ ચૌહાણે જ લૂંટનું ખોટુ તરકટ રચ્યું હોવાની વિગતો બહાર આવી હતી. એવામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ સીસીટીવીના આધારે આરોપીને પકડી પાડ્યો હતો.

s 1 સુરેન્દ્રનગરમાં આંગડીયા પેઢીના કર્મચારીએ લૂંટનું તરકટ રચ્યું પરંતુ CCTVએ ભાંડો ફોડયો

સુરેન્દ્રનગર પોલીસે ગણતરીના કલાકોમાં આંગડીયા પેઢીની લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો. અને આરોપીને સકંજામાં લીધો હતો. સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર પર આવેલ પી.એમ.આંગડીયા પેઢીમાં કુલ રૂપિયા 71.50 લાખની લૂંટ થઈ હતી. આંગડીયા પેઢીના કર્મચારી યશપાલ ચૌહાણે જ લૂંટનું ખોટુ તરકટ રચ્યું હોવાની વિગતો જાણવા મળી હતી.

યશપાલ ચૌહાણના એક્ટીવામાંથી રોકડા રૂપિયા 11.50  લાખ મળી આવ્યા હતા. જ્યારે રૂપિયા ૨૫ લાખ ભાવનગરમાં હવાલો પડાવી સુરેન્દ્રનગરની અન્ય આંગડીયાપેઢીમાં ટ્રાન્સફર કરાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આેફીસમાં રહેલા રોકડા રૂપિયા 35  લાખ અને હવાલા મારફત આવેલા રૂપિયા 25 લાખ સહીત કુલ રૂપિયા 60 લાખ પોતાના મિત્ર રવિરાજસિંહ મોરીને આપી દુધની ડેરી નજીક એક કાર ચાલકને આપી દીધા હોવાની વિગતો પણ જાણવા મળી હતી. પોલીસે આંગડીયા પેઢીના કર્મચારી યશપાલ ચૌહાણ અને તેના મિત્ર રવિરાજ મોરીને રોકડા રૂપિયા 11.50  લાખ તેમજ એક્ટીવા સહીતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. યશપાલ ચૌહાણ આેફીસમાંથી રોકડ રકમ લઇ એક્ટીવામાં મુકતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ પણ થયા હતા. અને સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. તપાસ સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ચલાવી રહી છે.

બંધનું એલાન / કોંગ્રેસ દ્વારા આજે રાજ્યમાં બંધનું એલાન, વાસદ-બગોદરા હાઇવે ઉપર ટાયર સળગાવી વિરોધ

હાર્દિકનો ‘આપ’ પ્રચાર / વિરમગામમાં ‘ના PM, ના CM ‘માત્ર હાર્દિકના ફોટાવાળા ફુલસ્કેપના ચોપડા વિતરણનો વિવાદ, સ્થાનિક નેતાઓમાં નારાજગી

National / PM મોદીએ જણાવી માતા હીરાબેનની ડઝનબંધ સારી આદતો, તમે પણ વાંચો..