Not Set/ સુરત: ટેક્સટાઇલના વેપારીઓને ફટકો,127 કરોડ ચુકવવા પડશે મનપાને

સુરત, સુરતના રીંગરોડ પર આવેલા ટેક્સટઇલ્સ માર્કેટના વેપારીઓને ફટકો પડ્યો છે. 127 કરોડ જેટલા રૂપિયા મનપાને ચુકવવા પડશે. જેમાંનાં 40 ટકા રૂપિયા તત્કાળ ભરવા પડશે. વર્તમાન જંત્રી પ્રમાણે વસુલાતનો ઠરાવ કરવામાં આવતા વેપારીઓએ મનપાને રૂપિયા ચુકવવા પડશે. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અનિલ ગોપલાણીએ કહ્યું હતું કે, સુરત ટેકસટાઈલ માર્કેટ એસોસિએશને મનપાને રજૂઆત કરીને માત્ર રૂપિયા 57ના […]

Gujarat Surat Trending Videos
mantavya 319 સુરત: ટેક્સટાઇલના વેપારીઓને ફટકો,127 કરોડ ચુકવવા પડશે મનપાને

સુરત,

સુરતના રીંગરોડ પર આવેલા ટેક્સટઇલ્સ માર્કેટના વેપારીઓને ફટકો પડ્યો છે. 127 કરોડ જેટલા રૂપિયા મનપાને ચુકવવા પડશે. જેમાંનાં 40 ટકા રૂપિયા તત્કાળ ભરવા પડશે.

વર્તમાન જંત્રી પ્રમાણે વસુલાતનો ઠરાવ કરવામાં આવતા વેપારીઓએ મનપાને રૂપિયા ચુકવવા પડશે. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અનિલ ગોપલાણીએ કહ્યું હતું કે, સુરત ટેકસટાઈલ માર્કેટ એસોસિએશને મનપાને રજૂઆત કરીને માત્ર રૂપિયા 57ના પ્રતિ ચોરસમીટના ભાવે આ પટ્ટો રિન્યુ કરવા રજૂઆત કરી હતી.

રજૂઆત બાદ ભાજપ શાસકો ચૂંટણી ફંડના નામે ખેલ કરી ઓછી રકમ લઈ રિન્યુઅલ કરી આપશે તેવો વિવાદ ઊભો થયો હતો. જેના કારણે અગાઉની સ્ટેન્ડીંગ કમિટીમાં નિર્ણય મુલતવી રખાયો હતો. શાસકોએ જંત્રી ભાવ મુજબ જ રકમ લેવાનો ઠરાવ કરતા વેપારીઓમાં સોંપો પડી ગયો છે.