Not Set/ ગાજ્યા મેઘ વરસે ? લેડી સિંધમ સુનિતા યાદવનો યુ-ટર્ન; મને કોઇની સામે વાંધો નથી…

સુરતની મહિલા LRD સુનિતા યાદવ, કે જે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનાં પુત્ર અને મિત્રો સાથે થયેલી બબાલ અને બબાલનાં સોશિયલ મીડિયામાં ફરતા થયેલા વિવિધ વીડિયોનાં કારણે અચાનક જ સેલિબ્રીટી બની ગઇ હતી. લેડી સિંઘમનું બિરુદ પણ લોકો દ્વારા રાતો રાત આપી દેવામાં આવ્યું, પરંતુ લેડી સિંઘમનો ક્ષણીક વૈરાગ્ય ઉતરી ગયો હોચ તેવું લાગી રહ્યું છે. જી હા લેડી […]

Gujarat Surat
4bff7e38c9e6d1adb6483debc34e2d18 1 ગાજ્યા મેઘ વરસે ? લેડી સિંધમ સુનિતા યાદવનો યુ-ટર્ન; મને કોઇની સામે વાંધો નથી...

સુરતની મહિલા LRD સુનિતા યાદવ, કે જે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનાં પુત્ર અને મિત્રો સાથે થયેલી બબાલ અને બબાલનાં સોશિયલ મીડિયામાં ફરતા થયેલા વિવિધ વીડિયોનાં કારણે અચાનક જ સેલિબ્રીટી બની ગઇ હતી. લેડી સિંઘમનું બિરુદ પણ લોકો દ્વારા રાતો રાત આપી દેવામાં આવ્યું, પરંતુ લેડી સિંઘમનો ક્ષણીક વૈરાગ્ય ઉતરી ગયો હોચ તેવું લાગી રહ્યું છે.

જી હા લેડી સિંઘમ જેટલા ગાજ્યા એટલા વરસ્યા નહી તેવો ક્યાસ જોવામાં આવી રહ્યો છે. લેડી સિંઘમે યુ-ટર્ન મારી દીધો છે. સામે આવી રહેલી વિગતો પ્રમાણે અચાનક ફરિયાદ કરનારી સુનિતા યાદવે યુ-ટર્ન મારતા હવે કહી રહી છે કે, તેને રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણી સામે કોઇ ફરિયાદ નથી. વધુમાં કહેવામાં આવ્યું છે કે, મને ભાજપ સામે પણ કોઇ દુશ્મની નથી. કોઇનો કોઇ વાંક નથી. મેં પણ ગુસ્સામાં ઘણું કીધું હતું.

ગીવ અપ મુદ્વામાં સુનિતા યાદવ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, મને તકલીફ છે કે મને સજા મળી રહી છે. મંત્રીનાં પુત્રનાં મિત્રને બદલે મને સજા મળી રહી છે. બે દિવસથી હું ઘરમાં કેદ છું. હું ડયૂટી કરી રહી છું, તે મારી ભૂલ છે. મને શાંતિથી રહેવા દો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews