Not Set/ મેટ્રો પ્રોજેક્ટની પહેલી ટ્રેનના કોચ ગુજરાત આવ્યા,રવિવારે ટ્રેનના 3 કોચ અમદાવાદ આવી જશે

અમદાવાદ, અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટની પહેલી ટ્રેનના કોચ ગુજરાત આવી ગયા છે. આજે વહેલી સવારે મુદ્રા પોર્ટ પર આ કોચનું આગમન થયું, ત્યારે તેની માહિતી આપતા mega કમ્પનીના મેનેજીંગ ડાયરેકટર એસ.પી.ગૌતમે જણાવ્યું હતું કે, આવતી કાલ સાંજ સુધીમાં ટ્રેનના 3 કોચના  અમદાવાદ આવી જશે. આ તમામ કોચ હુંડાઈ કમ્પનીના છે. આગામી રવિવાર સુધીમાં કમ્પનીના એન્જીનયરો પણ […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટની પહેલી ટ્રેનના કોચ ગુજરાત આવી ગયા છે. આજે વહેલી સવારે મુદ્રા પોર્ટ પર આ કોચનું આગમન થયું, ત્યારે તેની માહિતી આપતા mega કમ્પનીના મેનેજીંગ ડાયરેકટર એસ.પી.ગૌતમે જણાવ્યું હતું કે, આવતી કાલ સાંજ સુધીમાં ટ્રેનના 3 કોચના  અમદાવાદ આવી જશે.

આ તમામ કોચ હુંડાઈ કમ્પનીના છે. આગામી રવિવાર સુધીમાં કમ્પનીના એન્જીનયરો પણ અમદાવાદ આવી જશે અને કોચને ટ્રેનનું રૂપ આપશે ત્યારે હાલ પૂરતા કોચને અપરેલપાર્ક ડેપો ખાતે મુકવામાં આવશે. સાથેજ આ કોચનું ટ્રાયલ રન 15 જાન્યુઆરી સુધીમાં શરૂ કરવામાં આવશે. આ ટ્રાયલ રન કુલ 6 કિલોમીટરનો હશે.

2.5 મહિના સુધી મેટ્રો ટ્રેનનાં 3 કૉચનું પરિક્ષણ કરવામાં આવશે. આ વિશે વાત કરતા મેગાનાં મેનેજિંગ ડાયરેક્ટર આઈ.પી.ગૌતમે જણાવ્યું કે,10થી 12 દિવસમાં પાટા પર રેલ હશે.

2.5 મહિના સુધી મેટ્રો ટ્રેનનાં 3 કૉચનું પરિક્ષણ થશે. સાડા ત્રણ વર્ષમાં ઇસ્ટ ઝોનનું કામ પૂર્ણ થયું છે. 3 કૉચની આ ટ્રેનમાં 900 લોકો મુસાફરી કરી શકશે. એક કૉચની કિંમત 10.50 કરોડ રૂપિયા છે.

આ સાથે તેમણે કહ્યું કે, “મેટ્રો માટે અમદાવાદનં લોકોનો સાથ અને સહકાર મળ્યો. વર્તમાન પ્રોજેક્ટમાં 30થી 40 વર્ષ સુધીનું આયોજન કરવામાં આવ્યું છે.”

અઠવાડિયાથી લઈને 10 દિવસ સુધી આ ટ્રાયલ કરવામાં આવશે. પ્રથમ ટેસ્ટ કમ્પની કરશે. ત્યાર બાદ મેટ્રોના અધિકારીઓ ટેસ્ટ કરશે અને અંતિમ ટેસ્ટ રાજ્ય સરકારનો rdso વિભાગ કરશે. ભારત સરકારમના સેફટી મીનિસ્ટર પણ ટ્રેનની તપાસ કરશે અને ત્યાર બાદ અંદાજે 2 થી 3 મહિના બાદ અમદાવાદીઓને આ મેટ્રો ટ્રેનની સફર કરવા મળશે.