Alert!/ PNB ખાતાધારકો થઇ જાઓ સાવધાન, બેંકે જારી કર્યુ એલર્ટ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં આદેશ પછી, દેશભરની બેંકો તેમના ગ્રાહકોને કોઈપણ પ્રકારની બેંકિંગ છેતરપિંડી અંગે ચેતવણી આપતી રહે છે. આવી સ્થિતિમાં પંજાબ નેશનલ બેંકે તેના ગ્રાહકોને બેંકિંગનાં છેતરપિંડી અંગે ચેતવણી જારી કરી છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં, બેંકિંગ છેતરપિંડીઓ ઘણી જોવા મળી છે. આવી સ્થિતિમાં બેંક દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. […]

Top Stories Business
asdq 64 PNB ખાતાધારકો થઇ જાઓ સાવધાન, બેંકે જારી કર્યુ એલર્ટ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં આદેશ પછી, દેશભરની બેંકો તેમના ગ્રાહકોને કોઈપણ પ્રકારની બેંકિંગ છેતરપિંડી અંગે ચેતવણી આપતી રહે છે. આવી સ્થિતિમાં પંજાબ નેશનલ બેંકે તેના ગ્રાહકોને બેંકિંગનાં છેતરપિંડી અંગે ચેતવણી જારી કરી છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં, બેંકિંગ છેતરપિંડીઓ ઘણી જોવા મળી છે. આવી સ્થિતિમાં બેંક દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

asdq 65 PNB ખાતાધારકો થઇ જાઓ સાવધાન, બેંકે જારી કર્યુ એલર્ટ

આપને જણાવી દઇએ કે, કેટલાક લોકો પોતાને બેંક કર્મચારી ગણાવીને નકલી કોલ કરીને ગ્રાહકોને છેતરી રહ્યા છે. ફોન પર, તેઓ તેમને બેંક ખાતાનો ડર બતાવીને તેમની પાસેથી માહિતી મેળવે છે અને તેઓ તેમના ખાતામાંથી પૈસા ગાયબ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પીએનબીએ આ સંદર્ભે એક ચેતવણી જારી કરી છે કે બેંકનાં ગ્રાહકો કોઈ પણ છેતરપિંડીમાં ન ફસાય.

asdq 66 PNB ખાતાધારકો થઇ જાઓ સાવધાન, બેંકે જારી કર્યુ એલર્ટ

પંજાબ નેશનલ બેંકે તેના ટ્વિટર હેન્ડલ પર અનેક પ્રકારની ચેતવણીઓનો ઉલ્લેખ કર્યો છે. બેંકે લેખિત સંદેશ અથવા ઇમેઇલ દ્વારા મોકલેલા સંદેશાઓ ન ખોલવાની પણ સલાહ આપી છે. કારણ કે આ તમારા બેંક ખાતામાં ઉંડો ખાડો પાડી શકે છે. ઉપરાંત, કોઈપણ અજાણી લિંક્સ ખોલશો નહીં. જો તમારાથી કોઈ અજાણી લિંક ઇન્સ્ટોલ થઇ જાય છો, તો તમે તુરંત જ આ એપ્લિકેશંસને હટાવી દો. કારણ કે તમારી વ્યક્તિગત માહિતીની ચોરીનું પણ જોખમ હોય છે.

કેવી રીતે ટાળી શકશો બેંક છેતરપિંડી

asdq 67 PNB ખાતાધારકો થઇ જાઓ સાવધાન, બેંકે જારી કર્યુ એલર્ટ

1. અજાણી લિંક્સની કરો ચકાસણી

પી.એન.બી. એ જણાવ્યું છે કે, આવા ઈ-મેલ અને એસ.એમ.એસ. અથવા વેબસાઇટ ખોલતા પહેલા તપાસ કરો કે તે ક્યાંથી આવી છે. લિંક બેંક દ્વારા મોકલવામાં આવી છે કે નહીં. ઘણીવાર આવી લિંક્સ બેંક લિંક્સ જેવી જ હોય ​​છે. તેમને ખોલવા પર HTTPS  ની તપાસ કરો. તમારું એકાઉન્ટ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડની માહિતી શેર કરશો નહીં.

2. ઓનલાઇન ચુકવણીમાં કાળજી રાખો

ઓનલાઇન ચુકવણી કરતી વખતે તમારા કાર્ડની માહિતી અન્ય કોઈ વ્યક્તિને આપશો નહીં. ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરતી વખતે કોઈપણ જાહેર Wi-Fi અથવા અજાણી Wi-Fi નો ઉપયોગ કરશો નહીં. ઇન્ટરનેટ બેંકિંગ ફક્ત વિશ્વસનીય અને પોતાના ઇન્ટરનેટ દ્વારા જ કરો. ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા પછી ઇન્ટરનેટ બેંકિંગમાંથી લોગઆઉટ કરવાનું ભૂલશો નહીં.

3. તપાસ કર્યા વિના સોફ્ટવેર ઇન્સ્ટોલ કરશો નહીં

જ્યારે પણ તમે કોઈ એપ ડાઉનલોડ કરો ત્યારે તે તપાસવું જ જોઇએ કે તે અધિકૃત છે, આજકાલ બેંકથી મળતી ઘણી એપ્લિકેશનો છે. લેપટોપમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતી વખતે, તપાસો કે તે અસલી છે.

4. સ્પાયવેરને ટાળો

પીએનબીએ ચેતવણી આપી છે કે બેન્કિંગ છેતરપિંડીથી બચવા માટે સ્પાયવેરની કાળજી લેવી જોઈએ. આવી કોઈ એપ્લિકેશન અથવા થીમ ઇન્સ્ટોલ કરશો નહીં જેમાં તમારા કોલ હિસ્ટ્રી, મેસેજ અથવા અન્ય મહત્વપૂર્ણ ચીજોનું ઓક્સેસ માંગવામાં આવી હોય. સ્પાયવેર તમારા ખાતાનો ઉપયોગ બેંક ખાતામાંથી પૈસા ચોરી કરવા માટે કરી શકે છે. આવી સ્થિતિમાં સજાગ રહેવાની જરૂર છે.

5. જો તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપડી ગયા હોય તો તે વખતે શું કરશો

કસ્ટમર કેર કોલ કરો અને કાર્ડને બ્લોક કરો. આ પછી, જલદીથી પોલીસમાં ફરિયાદ નોંધાવો અને તેનો રેફરન્સ નંબર અથવા ફરિયાદનો ફોટો લઇને અને સંબંધિત બેંકને શેર કરો. જો સમસ્યાનું સમાધાન ન આવે તો આરબીઆઈ બેંકનાં લોકપાલને ફરિયાદ કરો.

SC એ તેલંગાણા ક્રેકર મેન્યુફેક્ચર્સ એસોસિએશનને આપી મોટી રાહત, હવે 2 કલાક ગ્રીન ફટાકડા…

કૃણાલ કામરાએ કહ્યુ – કોઈ વકીલ નહીં, કોઈ માફી નહીં, કોઈ દંડ નહી અને…

2021 T20 WC નુ કાઉન્ટડાઉન શરૂ, ગાંગુલીએ શેર કર્યો ટ્રોફીનો ફોટો