Not Set/ હવે મધનાં નવા માપદંડોથી નહીં થાય ભેળસેળ, મધ ઉત્પાદકોને થશે આર્થિક વૃદ્ધિ

  ભારતીય ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટીએ મધમાં ભેળસેળ પર પ્રતિબંધ મુકવા માટે મધની ગુણવત્તા માપનનાં નવા ધારા-ધોરણો સૂચિત કર્યાં છે. ભારતીય ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટીનાં આ પગલાંથી મધ ઉત્ત્પાદન કરતા ખેડૂતોને પણ વધારે આર્થિક નફો મેળવવામાં પણ મદદરૂપ થશે. ભારત સરકારીનાં માહિતી પત્રકમાં સૂચિત નવા ધારા ધોરણો લાગુ થવાથી મધમાં “કોર્ન સિરપ”, “રાઈસ […]

Top Stories Food India
honey benefits raw organic natural remedies હવે મધનાં નવા માપદંડોથી નહીં થાય ભેળસેળ, મધ ઉત્પાદકોને થશે આર્થિક વૃદ્ધિ

 

ભારતીય ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટીએ મધમાં ભેળસેળ પર પ્રતિબંધ મુકવા માટે મધની ગુણવત્તા માપનનાં નવા ધારા-ધોરણો સૂચિત કર્યાં છે.

image હવે મધનાં નવા માપદંડોથી નહીં થાય ભેળસેળ, મધ ઉત્પાદકોને થશે આર્થિક વૃદ્ધિ
Symbolic Image from Google: Mantavya News

ભારતીય ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટીનાં આ પગલાંથી મધ ઉત્ત્પાદન કરતા ખેડૂતોને પણ વધારે આર્થિક નફો મેળવવામાં પણ મદદરૂપ થશે. ભારત સરકારીનાં માહિતી પત્રકમાં સૂચિત નવા ધારા ધોરણો લાગુ થવાથી મધમાં “કોર્ન સિરપ”, “રાઈસ સિરપ” અને “ઈન્વર્ટેડ સિરપ(શેરડીના ગોળમાંથી બનતું સિરપ” માં થતી ભેળસેળ રોકવામાં મદદ મળશે.

આવી સીરપનાં મિશ્રણ કરીને કોઈ મધ જામતું નથી. 1955 થી અત્યાર સુધી લાગુ ધારા-ધોરણોમાં મધમાં બાયોટેકનોલોજીની મદદથી અમુક તત્વો મેળવી શકતા હતા, જે મધની જેવું જ દેખાવાના કાને સરળતાથી તેને ઓળખી સકાતું નહોતું. પરંતુ આવા નવા સૂચિત ધારા-ધોરણો હેઠળ આ પ્રકારની ભેળસેળ કરી શકાતી નથી. રાષ્ટ્રીય મધમાખી બોર્ડનાં કારોબારી સભ્ય દેબબ્રત શર્માએ એક આંતરરાષ્ટ્રીય એજન્સીને જણાવ્યું હતું કે, ”નવી સૂચનાથી મધ ઉત્પાદકોને તેમનાં ઉત્પાદનનાં યોગ્ય મૂલ્યોની જાણ થશે, જેથી 2022 માં ખેડૂતોની આવકને ડબલ કરવાના વડાપ્રધાનના સપનાને સાકાર કરવામાં મદદ મળશે.

honey base હવે મધનાં નવા માપદંડોથી નહીં થાય ભેળસેળ, મધ ઉત્પાદકોને થશે આર્થિક વૃદ્ધિ
Symbolic Image from Google: Mantavya News

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “નવા માપદંડોની જાહેરાત કરીને સરકારે મધ ઉત્પાદનમાં વધારો કરવા તરફ એક મોટું અને સફળ પગલું ભર્યું છે, જેથી મધમાં ભેળસેળ કરવાવાળાઓની સંખ્યામાં ઘટાડો થશે. મધ માટે જે નવા માપદંડો બન્યા છે તે અંતર્ગત મધમાં ભેજની માત્રને ઘટાડીને 20% કરી નાખવામાં આવી છે, જે પહેલા 25% હતી. આ સિવાય આમાં ફ્રક્ટોઝ અને ગ્લુકોઝનાં ગુણોત્તરમાં (રેશિયો) પહેલાના માપદંડોમાં કોઈ ઉચ્ચતમ સીમા નિર્ધારિત કરવામાં નહોતી આવી, જેના કારણે મધમાં બહારથી ફ્રકટોઝની ભેળસેળ કરી નાખવામાં આવતું હતું. જેના કારણે મધ જામતું નહોતું.

Manfaat Madu Bagi Kesehatan Tubuh હવે મધનાં નવા માપદંડોથી નહીં થાય ભેળસેળ, મધ ઉત્પાદકોને થશે આર્થિક વૃદ્ધિ
Symbolic Image from Google: Mantavya News

ભારતીયોમાં આ વાતની અફવા રહેતી હતી કેમધ જામતુ નથી. જેના કારણે ફ્રકટોઝની ભેળસેળ કરી લોકો આ વાતનો ફાયદો લેતા હતા. પરંતુ હવે નવા માપદંડોના કારણે ગ્લુકોઝ અને ફ્રકટોઝનું ન્યુનતમ અને મહત્તમ માપદંડ નક્કી કરી લેવાના કારણે ભેળસેળની સંભાવના સાવ ઘટી ગઈ છે.