Not Set/ યૂપીમાં રાજકીય ભૂંકપ, અખિલેશ યાદવ અને રામગોપાલ યાદવની 6 વર્ષ માટે પક્ષમાંથી હકાલપટ્ટી કરાઇ

લખનઉઃ ઉત્તરપ્રદેશની ચૂંટણી આડા હવે અમુક મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે સમાજવાદી પાર્ટીમાં આંતરીક વિખવાદ સપાટી પર આવ્યો છે. સમાજવાદી સુપ્રિમો મુલાયમ સિંહ યાદવે મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને રામગોપાલ યાદવને પક્ષમાંથી 6 વર્ષ માટે હકાલ પટ્ટી કરી છે. અખિલેશ યાદવે પોતાના સમર્થકો માટેની અલગ યાદી તૈયાર કરી હતી. ત્યાર બાદ પાર્ટી સુપ્રિમો દ્વારા આ […]

India

લખનઉઃ ઉત્તરપ્રદેશની ચૂંટણી આડા હવે અમુક મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે સમાજવાદી પાર્ટીમાં આંતરીક વિખવાદ સપાટી પર આવ્યો છે. સમાજવાદી સુપ્રિમો મુલાયમ સિંહ યાદવે મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને રામગોપાલ યાદવને પક્ષમાંથી 6 વર્ષ માટે હકાલ પટ્ટી કરી છે.

અખિલેશ યાદવે પોતાના સમર્થકો માટેની અલગ યાદી તૈયાર કરી હતી. ત્યાર બાદ પાર્ટી સુપ્રિમો દ્વારા આ પગલા લેવામાં આવ્યા છે. મુલાયમ સિંહે અખિલેશ યાદવને અને રામગોપાલ યાદવને નોટિસ ફટકારીને આ મામલે ખુલાસો કરવા માટે પણ જણાવ્યું હતું.

મુલાયમ સિંહે પોતાના પક્ષના ઉમેદવારોની યાદી બહાર પાડી હતી તેમા અખિલેશ મર્થકોનો સમાવેશ નહિ કરવામાં આવતા અખિલેશ યાદવે પોતાની અલગ ઉમેદવારોની યાદી બનવી દીધી હતી.