Not Set/ આમ લોકોને મળશે રાહત, હવે ATM માંથી ઉપાડી શકાશે 4500 રૂપિયા

નવી દિલ્હીઃ નોટબંધીને લાધી સમગ્ર દેશમાં લોક એટીએમ અને બેન્કોની બહાર લાઇનો લગાવી રહ્યા છે. લોકો 50 દિવસની રાહ જોઇ રહ્યા હતા કેમ કે, મોદી સરકારે 50 દિવસનો સમય માંગ્યો હતો. ત્યારે હવે RBI એ લોકોને રહાત આપવાનો નિર્મય કર્યો છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોટબંધી પછી નવા વર્ષમાં દેશની પ્રજાને ભેટ આપી છે. હવે આપ […]

India

નવી દિલ્હીઃ નોટબંધીને લાધી સમગ્ર દેશમાં લોક એટીએમ અને બેન્કોની બહાર લાઇનો લગાવી રહ્યા છે. લોકો 50 દિવસની રાહ જોઇ રહ્યા હતા કેમ કે, મોદી સરકારે 50 દિવસનો સમય માંગ્યો હતો. ત્યારે હવે RBI એ લોકોને રહાત આપવાનો નિર્મય કર્યો છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોટબંધી પછી નવા વર્ષમાં દેશની પ્રજાને ભેટ આપી છે. હવે આપ નવા વર્ષ 2017ની પહેલી જાન્યુઆરીથી એટીએમમાંથી રોજના 4500 રૂપિયાની રોકડ રકમ ઉપાડી શકશો. આ પહેલા આ લીમીટ 2500 રૂપિયાની હતી. જો કે એક સપ્તાહમાં ઉપાડવાની રકમની લીમીટમાં કોઈ ફેરફાર કરાયો નથી, તે 24,000 રૂપિયા જ રહેશે.

આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલની સ્થિતીની સમીક્ષા કર્યા પછી0 એટીએમમાં રોજ રોકડ રકમ ઉપાડવાની મર્યાદા વધારીને 4500 રૂપિયા કરાઈ છે. નવી લીમીટ પહેલી જાન્યુઆરીથી લાગુ થશે. એક સપ્તાહમાં પૈસા ઉપાડવી મર્યાદામાં કોઈ ફેરફાર કરાયો નથી. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 500 રૂપિયાની વધુ નોટ ઉપલબ્ધ કરાવી રહી છે. અને પ્રિન્ટિંગ પ્રેસમાં પણ તેની છપાઈ વધુ થઈ રહી છે.
તેની પહેલા નાણાપ્રધાન અરૂણ જેટલીએ કહ્યું છે કે રીઝર્વ બેંકની પાસે પર્યાપ્ત માત્રામાં રોકડ છે. અને તેની સપ્લાયમાં ખાસ્સો સુધારો આવ્યો છે. 30 ડિસેમ્બર એટલે કે શુક્રવારથી બેંકોમાં જૂની નોટો જમા કરવાની અંતિમ તારીખ હતી.