Not Set/ વિશ્વ રાજકારણમાં ગુજરાતીઓનો ડંકો: આ ગુજરાતી બની શકે છે કેનેડાનાં પ્રથમ MP

“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” ગુજરાતનાં કાવ્યવિદ કવી અરદેશર ખબરદારની આ પંક્તિ સાર્થક છે. કારણ કે જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે, ત્યાં ત્યાં તેમણે દેશ અને ગુજરાતની સોડમ પાથરી જ છે. તે ભલે વિશ્વનો કોઇ પણ દેશ કેમ ન હોય.  ગુજરાતીની આવી જ બોલબાલા વિશ્વ રાજકારણમાં પણ રહી છે. અમેરીકા હોય, ઇગ્લેન્ડ […]

Top Stories World
jigar patel વિશ્વ રાજકારણમાં ગુજરાતીઓનો ડંકો: આ ગુજરાતી બની શકે છે કેનેડાનાં પ્રથમ MP

“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” ગુજરાતનાં કાવ્યવિદ કવી અરદેશર ખબરદારની આ પંક્તિ સાર્થક છે. કારણ કે જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે, ત્યાં ત્યાં તેમણે દેશ અને ગુજરાતની સોડમ પાથરી જ છે. તે ભલે વિશ્વનો કોઇ પણ દેશ કેમ ન હોય.  ગુજરાતીની આવી જ બોલબાલા વિશ્વ રાજકારણમાં પણ રહી છે. અમેરીકા હોય, ઇગ્લેન્ડ હોય કે તે હોય કેનેડા. જી હા અમેરિકા, ઇંગ્લેન્ડ અને અનેક બીજા દેશોની જેમ કેનેડાનાં રાજકારણમાં પણ ગુજરાતીઓનો દબદબો વધતો જોવામા આવી રહ્યો છે.

કેનેડાનાં રાજકારણમાં પણ ગુજરાતીઓનાં વધતા દબદબાનો વર્તારો કેનેડાની રજાઇના-લેવાન બેઠકની ચૂંંટણીમા જોવા મળી રહ્યો છે. કેનેડાની રજાઇના-લેવાનની બેઠક પર ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ ગુજરાતી જીગર પટેલને મેદાનમાં ઉતાર્યા છે. કેનેડીયન ફેડરેલ ઈલેક્શનમાં જીગર પટેલની જીત થવાની પણ પૂરી શક્યતા જોવામા આવી રહી છે. જીગર પટેલ કેનેડામાં ગુજરાતી સહિત લગભગ તમામ કમ્યુનિટીમાં લોકપ્રિય છે અને માટે જ જીગર જીતી જશે તેવું જણાઇ રહ્યું છે. ત્યારે જો જીગર જીતે તો નોર્થ અમેરિકા-કેનેડાની સંસદમાં પહોંચનારા પહેલાં ગુજરાતી બની જશે. ગુજરાત-ભારત માટે આ ગૌરવરૂપ ઘટના બનશે. અને ફરી એક ગુજરાતી વિશ્વ ફલક પર ભારતનું નામ રોશન કરશે.

jigar1 વિશ્વ રાજકારણમાં ગુજરાતીઓનો ડંકો: આ ગુજરાતી બની શકે છે કેનેડાનાં પ્રથમ MP

આવું છે કેનેડાની ચૂંટણીનું રાજકીય ગણિત…….

21 ઓક્ટોબરે યોજાવા જઇ રહેલી કેનેડાની ચૂંટણીમાં મુખ્ય ત્રણ પાર્ટીઓ મેદાનમાં છે. હાલના લોકપ્રિય કેનેડીયન PM જસ્ટીન ટ્રુડ્રોની લિબરલ પાર્ટી, કન્ઝર્વેટિવ પાર્ટી અને ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી. કેનેડાની સંસદમાં કુલ 338 સીટોમાંથી લિબરલ પાર્ટી પાસે હાલ 177, કન્ઝર્વેટિવ પાર્ટી પાસે 96 અને ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી પાસે 41 સીટ છે. કેનેડાનાં PM જસ્ટીન ટ્રુડ્રોની લિબરલ પાર્ટી સામે આ વખતે એન્ટી ઇન્કમ્બસી જોવા મળી રહી છે. ત્યારે રાજકીય નિષ્ણાત દ્રારા કેનેડામાં ત્રિશંકુ સંસદ બને તેવી શક્યતા જોવામા આવી રહી છે. આવી સ્થિતિમાં ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીનાં જીગર પટેલનું કેનેડાનાં રાજકરણમાં પ્રભુત્વ વધી શકે છે અને જીગર મિનિસ્ટર પણ બનાવવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.