શિક્ષણ વિભાગ/ ધો.10નું પરિણામ આજે રાતે કરાશે જાહેર, વિદ્યાર્થીઓ ડાયરેક્ટર પરિણામ નહીં જોઇ શકે

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. GSEBની વેબ સાઇટ પર આજે રાત્રે પરિણામ જાહેર કરાશે. ફક્ત શાળાઓ જ વેબસાઇટ પર પરિણામ જોઇ શકશે. અને વિદ્યાર્થીઓ સુધી પરિણામ પહોંચાડવાની જવાબદારી શાળાના સિરે રહેશે.

Top Stories Gujarat Others
student 1 ધો.10નું પરિણામ આજે રાતે કરાશે જાહેર, વિદ્યાર્થીઓ ડાયરેક્ટર પરિણામ નહીં જોઇ શકે
  •  GSEBની વેબ સાઇટ પર જાહેર કરાશે પરિણામ
  • ફક્ત શાળાઓ જ વેબસાઇટ પર પરિણામ જોઇ શકશે
  • વિદ્યાર્થીઓ સુધી પરિણામ પહોંચાડવાની જવાબદારી શાળાની

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. GSEBની વેબ સાઇટ પર આજે રાત્રે પરિણામ જાહેર કરાશે. ફક્ત શાળાઓ જ વેબસાઇટ પર પરિણામ જોઇ શકશે. અને વિદ્યાર્થીઓ સુધી પરિણામ પહોંચાડવાની જવાબદારી શાળાના સિરે રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના કહેર વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1૦-અને 12 ના વિધાર્થીઓને માસ પ્રમોશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને તેમના પાછલા વર્ષના માર્ક્સ અને ચાલુ વર્ષના આંતરિક મૂલ્યાંકનને આધારે આ વિધાર્થીઓની માર્કશીટ બનાવવાનું નક્કી કરાયું હતું. વિધાર્થીઓએ પરીક્ષાફોર્મ ભરાયા નથી અને તેમણે કોઈ બેઠક નમ્બર આપવામાં આવ્યો નથી. સામાન્ય રીતે વિધાર્થીઓ બેઠક નંબર ઉપરથી પોતાનું પરિણામ મેળવતા હોય છે. ત્યારે આ વિધાર્થીઓ પોતાનું ઓનલાઈન પરિણામ કેવી રીતે ચેક કરશે તે એક મોટો પ્રશ્ન વાલીઓને સતાવી રહ્યો હતો. ત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યુછે કે,  ફક્ત શાળાઓ જ વેબસાઇટ પર પરિણામ જોઇ શકશે. અને વિદ્યાર્થીઓ સુધી પરિણામ પહોંચાડવાની જવાબદારી શાળાના સિરે રહેશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી 3 જુલાઈ સુધીમાં ધોરણ 10 નું પરિણામ જાહેર કરવાની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. તો ધોરણ 10 ના ઓનલાઈન પરિણામની તૈયારી પુર જોશમાં શરુ કરવામાં આવી છે. આ વર્ષે ઓનલાઇન પરિણામનું ફોર્મેટ બદલવામાં આવ્યું છે.