Not Set/ મુકેશ અંબાણીએ ખરીદી ભારતની સૌથી મોંઘી કાર Rolls-Royce SUV, જાણો કિંમત..

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ અલ્ટ્રા-લક્ઝરી રોલ્સ રોયસ કાર ખરીદી છે. જેની કિંમત 13.14 કરોડ છે. અંબાણીએ ખરીદેલી આ હૈચબૈક કાર બ્રિટિશ લક્ઝરી વાહન નિર્માતા રોલ્સ રોયસની છે

Top Stories India Business
કાર

ભારતનાં ટોચનાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ અલ્ટ્રા-લક્ઝરી રોલ્સ રોયસ કાર ખરીદી છે. જેની કિંમત 13.14 કરોડ છે. અંબાણીએ ખરીદેલી આ હૈચબૈક કાર બ્રિટિશ લક્ઝરી વાહન નિર્માતા રોલ્સ રોયસની છે. રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO)ના અધિકારીઓની વાત માનીએ તો આ દેશની અત્યાર સુધીની સૌથી મોંઘી કાર છે.

આ પણ વાંચો:આતંકવાદી અબુ બકરની UAEમાં ધરપકડ, સરકાર ભારત લાવવાની તૈયારીમાં…

અધિકારીઓએ જણાવ્યું હતું કે, રોલ્સ-રોયસ ક્યુલિનન પેટ્રોલ મોડલ કાર RIL દ્વારા 31 જાન્યુઆરીએ દક્ષિણ મુંબઈમાં તારદેવ પ્રાદેશિક પરિવહન કાર્યાલયમાં રજીસ્ટર કરવામાં આવ્યું હતું. કારની બેઝ પ્રાઇસ 6.95 કરોડ હતી. જ્યારે તે 2018 માં પહેલીવાર લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ ઓટો ઉદ્યોગના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, કસ્ટમાઇઝ્ડ ફેરફારથી કિંમતમાં નોંધપાત્ર વધારો થયો હોત.

આરટીઓ અધિકારીઓએ જણાવ્યું હતું કે, કંપનીએ 12-સિલિન્ડર કાર માટે “ટસ્કન સન” રંગ પસંદ કર્યો છે જેનું વજન 2.5 ટનથી વધુ છે અને 564 બીએચપી પાવર ઉત્પન્ન કરે છે, અને તેને ખાસ નંબર પ્લેટ પણ મળી છે.

રિલાયન્સે તેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની નવી કાર માટે VIP નંબર માટે 12 લાખ ચૂકવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નંબર “0001” સાથે સમાપ્ત થાય છે. તેમણે કહ્યું કે સામાન્ય રીતે એક VIP નંબરની કિંમત 4 લાખ રૂપિયા હોય છે, પરંતુ વર્તમાન સિરીઝમાં પસંદ કરાયેલ નંબર પહેલેથી જ લેવામાં આવ્યો હોવાથી નવી સિરીઝ શરૂ કરવી પડી હતી.

રિલાયન્સ દ્વારા 30 જાન્યુઆરી, 2037 સુધી જે કારની નોંધણી માન્ય છે તેના માટે 20 લાખનો વન-ટાઇમ ટેક્સ ચૂકવવામાં આવ્યો છે અને અન્ય 40,000 રોડ સેફ્ટી ટેક્સ પેઠે ચૂકવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: પશુપાલકો મુશ્કેલીમાં, પાણીની અછત વચ્ચે સૂકા ઘાસચારાનાં ડબલ ભાવ….

આ પણ વાંચો:ગુજરાતમાં બસ ચાલકોને ચેતવણી, મુસ્લિમોના  ઢાબા પર ન રોકો ગાડી