uttarakhand accident/ ઉત્તરાખંડમાં બસને અકસ્માત નડતા સાત ગુજરાતી પ્રવાસીના મોત

ઉત્તરાખંડમાં રવિવારે ગુજરાતી યાત્રાળુઓને લઈને જતી બસ ખીણમાં પડવાની સર્જાયેલી ઘટનામાં સાત પ્રવાસીઓના મોત થયા છે અને બીજા 27ને ઇજા થઈ છે. આ અકસ્માત ગંગોત્રી નેશનલ હાઇવે પર થયો છે.

Top Stories Gujarat India

દહેરાદૂનઃ ઉત્તરાખંડમાં રવિવારે ગુજરાતી યાત્રાળુઓને Uttarakhand Accident લઈને જતી બસ ખાઈમાં પડતા સર્જાયેલી દુર્ઘટનામાં સાત પ્રવાસીના મોત થયા છે અને બીજા 27ને ઇજા થઈ છે. આ અકસ્માત ગંગોત્રી નેશનલ હાઇવે પર થયો છે. આ બસ ગુજરાતના યાત્રાળુઓને લઈને જઈ રહી હતી. બસમાં કુલ 32થી 33 લોકો સવાર હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઉત્તરાખંડના રાહત કમિશ્નર પાસેથી મળતી માહિતી Uttarakhand Accident મુજબ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ 33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા. તેઓ સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફત આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. હાલમાં ડીએમ, એસપી, એસડીએમ, એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર સર્વિસ અને ઉત્તર કાશીની 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે હાજર છે. તેની સાથે બચાવકાર્ય પણ ચાલુ છે.

હાલ ડીએમ, એસપી, એસડીએમ, એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર સર્વિસ અને ઉત્તરકાશીની 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે હાજર છે. સાથે જ બચાવ કાર્ય પણ ચાલુ છે. ઉત્તરાખંડ માં રવિવારે પ્રવાસી બસ ખીણમાં Uttarakhand Accident  પડી જવાથી સર્જાયેલી દુઘર્ટનામાં ગુજરાતના જે પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે અને ઇજાગ્રસ્ત થયા છે તેમની વિગતો અને જાણકારી માટે રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકારના રાહત કમિશનર ના સતત સંપર્કમાં છે. ઉત્તરાખંડમાં રવિવારે સર્જાયેલી બસ દુર્ઘટનાના ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ના ફોન 079 23251900 પર સંપર્ક કરી શકાશે તેમ રાહત કમિશનર આલોક પાંડે એ જણાવ્યું છે.

 

આ પણ વાંચોઃ G20-Healthministerconference/ G-20 સ્વાસ્થ્ય મંત્રીઓની કોન્ફરન્સમાં રશિયા-યુક્રેન યુદ્ધનો પડછાયો, રશિયા અને ચીને આનો વિરોધ કર્યો

આ પણ વાંચોઃ Rahul-BJP Developmentwork/ ભાજપના વિકાસકાર્યોનો પ્રચાર કરવા બદલ આ પ્રધાને રાહુલ ગાંધીનો આભાર માન્યો

આ પણ વાંચોઃ DRDO Drone Crash/ કર્ણાટકના ચિત્રદુર્ગામાં ટ્રાયલ દરમિયાન DRDO ડ્રોન ક્રેશ

આ પણ વાંચોઃ Nuh Violence/ નૂહ હિંસા અંગે પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી, અનેક ગામડાઓમાં દરોડા પાડીને આઠ શકમંદોની ધરપકડ કરી

આ પણ વાંચોઃ Rahul Gandhi/ રાહુલે પેંગોંગથી કેન્દ્ર સરકાર પર કર્યો પ્રહાર, કહ્યું- ચીને અમારી જમીન પર કબજો કર્યો, પીએમ ખોટું બોલી રહ્યા છે